બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાત પોલીસના ઇતિહાસમાં પહેલી વાર પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસ કર્મચારીઓની બદલી
Last Updated: 05:55 PM, 22 August 2026
ગુજરાત પોલીસના ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે 415 પોલીસ કપલની બદલી કરવામાં આવી છે. પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ કર્મચારીઓની પારિવારિક પરિસ્થિતિને ધ્યાને લઈ આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે.પોલીસ કર્મચારીઓની ફરજની સાથે તેમના પરિવારજનો અને દાંપત્ય જીવનને પણ મહત્વ આપીને કરવામાં આવેલી આ બદલીમાં વિવિધ 6 કેડરના કર્મચારીઓનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
કોની કોની થઈ બદલી?
જેમાં બિનહથિયારી અને હથિયારી ASIના 27, બિનહથિયારી અને હથિયારી હેડ કોન્સ્ટેબલના 33, બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલના 226 અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ કેડરના 129 કર્મચારીઓનો સમાવેશ થાય છે. આમ, કુલ 415 પોલીસ કર્મચારીઓની પતિ-પત્ની કેસ હેઠળ સ્વવિનંતીથી બદલી કરવામાં આવી છે.
ADVERTISEMENT
પોલીસ વડા જીએસ મલિકે આ સંવેદનશીલ નિર્ણય
ADVERTISEMENT
પોલીસ વડા જીએસ મલિકે આ સંવેદનશીલ નિર્ણય લીધો છે. પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન કર્મચારીઓને ઘણી વખત પરિવારથી દૂર રહેવાની ફરજ પડે છે. અલગ-અલગ જિલ્લા કે એકમમાં ફરજ બજાવવાના કારણે પતિ-પત્ની બંને સરકારી સેવામાં હોવા છતાં એકબીજાથી દૂર રહેવાની સ્થિતિ ઊભી થતી હોય છે. આવી પરિસ્થિતિમાં પરિવાર, સંતાનો અને અન્ય પારિવારિક જવાબદારીઓ નિભાવવામાં મુશ્કેલી ના પડેએ હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી પોલીસ કર્મીઓને પોતાની ફરજ અને પરિવાર વચ્ચે વધુ સારું સંતુલન જાળવવામાં મદદ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.