બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / પોલીસની સામે નંબર પ્લેટ વિનાનો વાહન ચાલક પેટ્રોલ પુરાવીને નીકળી ગયો, રાજકોટમાં ચેકિંગના નામે નાટક
Last Updated: 05:27 PM, 22 August 2026
રાજકોટમાં પોલીસે પેટ્રોલ પંપ પર નંબર પ્લેટ વિનાના વાહનોની તપાસ શરુ કરી છે પરંતુ તે પણ નાટક પુરવાર થઈ હોવાનું જણાઈ રહ્યું છે. શહેરના ઈગલ પેટ્રોલ પંપના દૃશ્યો સામે આવ્યા છે. પોલીસ કોન્સ્ટેબલ જોતા રહી ગયા અને વાહન ચાલક પોલીસની નજર સામે જ નંબર પ્લેટ વગરના વાહનમાં પેટ્રોલ પુરાવીને નીકળી ગયો હતો.
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
એક તરફ નંબર પ્લેટ વિનાના વાહનોની ડ્રાઇવ છે બીજી તરફ નજર સામે રહેલા વાહનો પોલીસ પકડી નથી શકતી. સમગ્ર ઘટનાઓ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
ADVERTISEMENT
રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ-ડીઝલ નહીં
ADVERTISEMENT
રાજકોટમાં કેટલાક વાહન ચાલકો દ્વારા ઈ-મેમોથી બચવા માટે HSRP નંબર પ્લેટ સાથે ચેડા કરવામાં આવતા હોવાનું શહેર પોલીસ કમિશ્નરના ધ્યાને આવતા શહેર પોલીસ કમિશ્નર દ્વારા આ સમગ્ર મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં પેટ્રોલ પંપ તેમજ સીએનજી પંપના સંચાલકોને આ બાબતે જાણ કરી નંબર પ્લેટ વગરના વાહનો, નંબર પ્લેટ સાથે ચેડા કરેલ હોય તેવા વાહનોને પેટ્રોલ ન આપવાના શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામાને લઈ રાજકોટ વાસીઓમાં કેવો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.