ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / VGGIS 2027: વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે 13 કાર્યકારી સમિતિઓની રચના
Last Updated: 03:19 PM, 25 August 2026
ADVERTISEMENT
જાન્યુઆરી-૨૦૨૭માં યોજાનારા ૧૧મા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGIS)ની તૈયારીઓને વેગ આપવા ગુજરાત સરકારે વિવિધ કામગીરી માટે ૧૩ કાર્યકારી સમિતિઓની રચના કરી છે. સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાની સંભાવના છે.
ADVERTISEMENT
આ સમિતિઓને સમિટની વેન્યૂ, ઇવેન્ટ અને એક્સેસ મેનેજમેન્ટ, પ્રદર્શન, ગિફ્ટ-સોવેનિયર, ફૂડ-બેવરેજ, કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા, પ્રોટોકોલ-ટ્રાન્સપોર્ટ-રહેઠાણ, સેમિનાર, B2B/B2G તથા વન-ટુ-વન મિટિંગ્સ, મીડિયા અને એરપોર્ટ સુવિધા જેવી કામગીરી સોંપવામાં આવી છે.
વેન્યૂ, ઇવેન્ટ અને એક્સેસ મેનેજમેન્ટ સમિતિ કાર્યક્રમ સ્થળ, પાર્કિંગ, બેઠક વ્યવસ્થા તથા પ્રવેશનું સંકલન કરશે. એક્ઝિબિશન કમિટી હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતેના પ્રદર્શનનું આયોજન કરશે. ગિફ્ટ-સોવેનિયર અને ગ્લોબલ ક્રાફ્ટ્સ કમિટી મહેમાનો માટેની ભેટો તથા ગિફ્ટ સિટી ખાતેના કાર્યક્રમોનું સંકલન કરશે.
ADVERTISEMENT
કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા સમિતિ અમદાવાદ-ગાંધીનગરમાં કાર્યક્રમ સ્થળો અને માર્ગો પર સુરક્ષા તથા પાર્કિંગ વ્યવસ્થા સંભાળશે. પ્રોટોકોલ, ટ્રાન્સપોર્ટ અને એક્સકર્ઝન કમિટી મહેમાનોના પરિવહન, રહેવા તથા પ્રવાસનું આયોજન કરશે. સેમિનાર કમિટી વિવિધ દેશો અને રાજ્યો સાથે સંબંધિત સેમિનારનું સંકલન કરશે.
B2B/B2G અને વન-ટુ-વન મિટિંગ્સ સમિતિ સરકાર તથા ઉદ્યોગજગત વચ્ચેની બેઠકોનું આયોજન કરશે, જ્યારે મીડિયા સમિતિ તમામ મીડિયા અને પ્રમોશનલ પ્રવૃત્તિઓ સંભાળશે. એરપોર્ટ ફેસિલિટી કમિટી અમદાવાદ અને વડોદરા એરપોર્ટ પર મહાનુભાવોના સ્વાગતની વ્યવસ્થા કરશે. ટ્રાફિક-પાર્કિંગ સમિતિ રોકાણકારોના વિવિધ વર્ગો મુજબ રૂટ અને ટ્રાફિક વ્યવસ્થાનું આયોજન કરશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદમાં TRB જવાન સાથે મારઝૂડ કરનાર રિક્ષાચાલકની ધરપકડ, વિક્ટોરિયા ગાર્ડન પાસે બબાલ
સરકારે એમઓયુ સંબંધિત કામગીરી માટે અલગ સમિતિની પણ રચના કરી છે, જેના વડપણ હેઠળ સંબંધિત વિભાગો વચ્ચે સંકલન કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ