ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, આનંદીબેન પટેલ પણ ટ્રેનમાં હતા
Last Updated: 09:27 PM, 25 August 2026
ADVERTISEMENT
મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર સુરત નજીક પથ્થરમારો કરાયો હતો. ઘટના વખતે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મુસાફરી કરી રહ્યાં હતાં જોકે તેઓ એક્ઝિક્યુટિવ કોચમાં હોવાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા. અત્યાર સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી.
ADVERTISEMENT
राज्यपाल श्रीमती आनंदीबेन पटेल ने आज वापी से अहमदाबाद तक वंदे भारत एक्सप्रेस से यात्रा के दौरान फिल्म और टीवी अभिनेता श्री अनंग देसाई एवं अन्य सहयात्रियों से भेंट कर फिल्म जगत व अन्य विषयों पर संवाद किया। दादरा नगर हवेली व दमन एवं दीव के प्रशासक श्री प्रफुल पटेल भी उपस्थित रहे। pic.twitter.com/xFPUpb7eVj
— Governor of Uttar Pradesh (@GovernorofUp) August 25, 2026
ઉત્રાણ સ્ટેશન નજીક અસામાજિક તત્ત્વોએ પથ્થરો ફેંક્યા
ADVERTISEMENT
સુરત રેલવે સ્ટેશનથી રવાના થયા બાદ ઉત્રાણ સ્ટેશન નજીક અસામાજિક તત્ત્વોએ ટ્રેન પર પથ્થરો ફેંક્યા હતા.
વધુ વાંચો : આવતીકાલથી ભારે વરસાદની આગાહી, ગાજવીજ સાથે પવન પણ ફૂંકાશે, IMDનું એલર્ટ
ADVERTISEMENT
નશેડી યુવકની અટકાયત
આ ઘટના બાદ RPFના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. RPFની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ટ્રેક નજીકથી આશરે 30 વર્ષીય એક શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલો યુવક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.