ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ટ્રેનના AC ફર્સ્ટ ક્લાસમાં 78 વર્ષના મુસાફરને નાક પર ઉંદર કરડ્યો! Anti-Rabiesનું ઈન્જેક્શન લેવું પડ્યું

નેશનલ / ટ્રેનના AC ફર્સ્ટ ક્લાસમાં 78 વર્ષના મુસાફરને નાક પર ઉંદર કરડ્યો! Anti-Rabiesનું ઈન્જેક્શન લેવું પડ્યું

Published By: Jinal Chauhan

Last Updated: 02:53 PM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AC ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી રહેલા 78 વર્ષના મુસાફરને ઉંદરે નાક પર કરડી લેતા ચકચાર મચી ગઈ. ઇન્દોર પહોંચ્યા બાદ મુસાફરને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમને એન્ટી-રેબીઝનું ઈન્જેક્શન આપવામાં આવ્યું.

ADVERTISEMENT

ટ્રેનના AC ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી રહેલા 78 વર્ષના મુસાફરને ઉંદરે નાક પર કરડી લેતા ચકચાર મચી ગઈ છે.ઇન્દોર પહોંચ્યા બાદ મુસાફરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને એન્ટી-રેબીઝનું ઈન્જેક્શન આપવામાં આવ્યુંચંડીગઢથી ઇન્દોર જઈ રહેલી 19308 ઊના હિમાચલ એક્સપ્રેસમાં આ ઘટના બની હતી. 78 વર્ષના વિજય કરણ પોતાના પરિવાર સાથે AC ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ઉંદરે તેમના નાક પર કરડી લીધું હતું. ઉંદરના કરડવાથી નાકમાંથી લોહી પણ નીકળ્યું હતું.

AC ફર્સ્ટ ક્લાસમાં મુસાફરને ઉંદરે કરડ્યો

વિજય કરણ 22 ઓગસ્ટે પરિવાર સાથે ચંડીગઢથી ઇન્દોર જઈ રહ્યા હતા. મુસાફરી દરમિયાન એક ઉંદર કોચમાં આવ્યો અને તેણે વિજય કરણના નાક પર કરડી લીધું. ઘટનાને કારણે પરિવારના સભ્યોમાં પણ ગભરાટ ફેલાયો હતો. આ અંગે રેલવેને જાણ કરવામાં આવતા ટ્રેનમાં જ તેમને ફર્સ્ટ એઇડ આપવામાં આવ્યું હતું.

ઇન્દોર પહોંચતા જ હોસ્પિટલ લઈ જવાયા

ટ્રેન ઇન્દોર પહોંચ્યા બાદ પરિવારજનો વિજય કરણને હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં તબીબોએ તેમની તપાસ કર્યા બાદ એન્ટી-રેબીઝનું ઈન્જેક્શન આપ્યું હતું. પરિવાર માટે આ ઘટના ચિંતાજનક બની હતી કારણ કે મુસાફરે AC ફર્સ્ટ ક્લાસ જેવી સુવિધાવાળી કોચમાં ટિકિટ લીધી હતી.

પરિવારનો રેલવે પર ગંભીર આરોપ

વિજય કરણના પરિવારનો આરોપ છે કે કોચમાં ઉંદરો સાથે ગંદકી પણ જોવા મળી હતી. પરિવારજનોએ આ અંગે રેલવે સ્ટાફને ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ કોચની સફાઈ કરવામાં આવી હતી પરંતુ ઉંદરોને દૂર કરવા માટે યોગ્ય રીતે પેસ્ટ કંટ્રોલ કરવામાં આવ્યું ન હોવાનો પરિવારનો દાવો છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ‘Kissing Car’ બની વાયરલ! ગર્લફ્રેન્ડની કાર પર લિપસ્ટિકના નિશાન કરાવવા બદલ પોલીસે પ્રેમી પાસે કરાવી સફાઈ, દંડ પણ ફટકાર્યો

રેલવેએ શું કહ્યું?

રેલવે મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે ટ્રેન ઇન્દોરથી રવાના થાય તે પહેલાં રોડેન્ટ ટેસ્ટિંગ અને પેસ્ટ કંટ્રોલ કરવામાં આવ્યું હતું. હવે તપાસ કરવામાં આવી રહી છે કે હિમાચલથી ઇન્દોર પરત ફરતી વખતે ઉંદર ટ્રેનના કોચમાં કેવી રીતે પ્રવેશ્યો.

સ્ટેશન પર ટ્રેન ઊભી હતી ત્યારે ઉંદર ઘૂસ્યો હોવાની શક્યતા

રતલામ ડિવિઝનના PRO મુકેશ કુમારના જણાવ્યા મુજબ મંત્રાલયના નિર્દેશ બાદ મુસાફરને તાત્કાલિક સારવાર અપાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે સંભવતઃ કોઈ સ્ટેશન પર ટ્રેન ઊભી હતી ત્યારે ઉંદર કોચમાં પ્રવેશ્યો હોઈ શકે છે. આ ઘટનાએ AC ફર્સ્ટ ક્લાસ જેવી પ્રીમિયમ સુવિધાવાળી કોચમાં સ્વચ્છતા અને પેસ્ટ કંટ્રોલની વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railways 78 Year Old Passenger AC First Class Rat Bite

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ