ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેરોજની નદીમાં બે યુવકોના મો*ત! ઉબોરા ગામના દિનેશ અને રાહુલ નાહવા ગયા હતા, પરિવારમાં આક્રંદ
Last Updated: 03:39 PM, 25 August 2026
ADVERTISEMENT
સાબરમતી નદીમાં નાહવા પડેલા બે વ્યક્તિ ડૂબી જતાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવ ખેરોજ ગામની હદમાં મોડી સાંજે બન્યો હતો. ઘટનાની જાણ થતાં ખેરોજ પોલીસ અને ખેડબ્રહ્મા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ADVERTISEMENT
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, બે વ્યક્તિ સાબરમતી નદીમાં નાહવા પડ્યા હતા અને પાણીમાં ડૂબી ગયા હતા. તેમને બચાવવા માટે એક ત્રીજા વ્યક્તિએ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બંનેને બચાવી શક્યો નહોતો.
સ્થાનિકોએ ઘટનાની જાણ ખેરોજ પોલીસને કરતાં પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ ખેડબ્રહ્મા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ, જેમાં સંતોષ પટેલ સહિતના કર્મચારીઓ સામેલ હતા, સ્થળ પર પહોંચી અને બંનેની શોધખોળ શરૂ કરી હતી.
ADVERTISEMENT
ફાયર વિભાગની ટીમે મોડી રાત્રે 11 વાગ્યા સુધી બચાવ અને શોધખોળ કામગીરી હાથ ધરી હતી. જોકે, અંધારું અને નદીના ઊંડા તથા ડહોળા પાણીના કારણે રાત્રે મૃતદેહોની શોધખોળમાં સફળતા મળી નહોતી.
આજે વહેલી સવારે નદીના પટ પરથી એક મૃતદેહ તરતો મળી આવ્યો હતો. ફાયર વિભાગ અને સ્થાનિક ટીમ દ્વારા બીજા વ્યક્તિની શોધખોળ હજુ ચાલુ રાખવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ VGGIS 2027: વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે 13 કાર્યકારી સમિતિઓની રચના
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને મૃતક ઉંબોરા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ખેરોજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT