ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિક્સ પહેલાં અમદાવાદમાં મોટો કાયાપલટ, નવા રોડ-ફ્લાયઓવર બનશે

ગુજરાત / 2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિક્સ પહેલાં અમદાવાદમાં મોટો કાયાપલટ, નવા રોડ-ફ્લાયઓવર બનશે

Published By: Nidhi Panchal

Last Updated: 03:01 PM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ની ઓલિમ્પિક્સની સંભાવનાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ગતિ આપવામાં આવી રહી છે.એરપોર્ટથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી સરળ પહોંચ માટે કોટેશ્વર-હાંસોલ રિવર બ્રિજ સહિત નવા રોડ, ફ્લાયઓવર અને એલિવેટેડ કોરિડોરનું આયોજન થઈ રહ્યું છે.

ADVERTISEMENT

શહેરમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૩૬ની ઓલિમ્પિક ગેમ્સની યજમાનીની સંભાવનાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ગતિ આપવામાં આવી રહી છે. આ અંતર્ગત કોટેશ્વર-હાંસોલ રિવર બ્રિજ બનાવવાની યોજના છે, જે એરપોર્ટ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વચ્ચે સીધી કનેક્ટિવિટી આપશે.

Road-and-bridge

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારોને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે માર્ગો પહોળા કરવા અને નવા રોડ નેટવર્ક વિકસાવવા પર ભાર મુકાઈ રહ્યો છે. એએમસીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર કોમનવેલ્થ ગેમ્સ પહેલાં સ્ટેડિયમ સુધી સરળ પહોંચવા માટે વિવિધ યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે.

૩૦ મીટર પહોળા રસ્તા વિકસાવવાની મંજૂરી આપવામાં આવી

કોટેશ્વર અને હાંસોલ વિસ્તારમાં ટીપી સ્કીમ હેઠળ બે ૩૦ મીટર પહોળા રસ્તા વિકસાવવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારને જોડતો બેરેજ-કમ-બ્રિજ પણ અચેર સ્મશાનગૃહ નજીક નિર્માણાધીન છે. એએમસી દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાછળ ફૂટઓવર બ્રિજ બનાવવાની પણ યોજના છે તેમજ સ્ટેડિયમ નજીક સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના વિકાસ માટે જમીનના પ્લોટ અંગે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

વિસત જંક્શન પર ફ્લાયઓવર, રાણીપ-સાબરમતી કનેક્ટિવિટી સુધારાશે

એએમસીએ ૨૦૨૩-૨૪ના બજેટમાં વિસત જંક્શન નજીક બીઆરટીએસ કોરિડોર સાથે જોડાયેલા સ્પ્લિટ ફ્લાયઓવર માટે મંજૂરી આપી હતી. સાબરમતી અને ચાંદખેડાને જોડતો આ ફ્લાયઓવર પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધારવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત રાણીપ બકરામંડીથી સાબરમતી જવાહરચોક સુધી રેલવે ઓવરબ્રિજ બનાવવાની સંભાવના પર પણ અભ્યાસ ચાલી રહ્યો છે. આ માર્ગ રાણીપથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

આ પણ વાંચો : કાંકરિયા લેકફ્રન્ટનો ફરી કાયાપલટ, છ સ્થળોએ 9,675 ચો.મી. વિસ્તારમાં નવા મનોરંજન ઝોન

AMCએ બે એલિવેટેડ કોરિડોર માટે આશરે રૂ. ૧,૦૦૦ કરોડની ફાળવણી કરી છે, જેમાં નહેરુનગર સર્કલથી શિવરંજની ક્રોસ રોડ અને રામદેવનગર જંક્શનથી ઈસ્કોન બ્રિજ સુધીનો આશરે ત્રણ કિમી માર્ગ તથા બોપલ વકીલ સાહેબ બ્રિજથી ઘુમા ગામ સુધીનો આશરે ૩.૫ કિમી માર્ગ સામેલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Narendra Modi Stadium Ahmedabad Infrastructure Koteshwar Hansol Bridge

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ