ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / કાંકરિયા લેકફ્રન્ટનો ફરી કાયાપલટ, છ સ્થળોએ 9,675 ચો.મી. વિસ્તારમાં નવા મનોરંજન ઝોન

ગુજરાત / કાંકરિયા લેકફ્રન્ટનો ફરી કાયાપલટ, છ સ્થળોએ 9,675 ચો.મી. વિસ્તારમાં નવા મનોરંજન ઝોન

Published By: Nidhi Panchal

Last Updated: 02:44 PM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટને સમય સાથે વધુ આધુનિક અને આકર્ષક બનાવવા માટે AMCએ નવા મનોરંજન ઝોન વિકસાવવાની તૈયારી શરૂ કરી છે. કુલ 9,675 ચો.મી. વિસ્તારમાં બાળકો, પરિવાર અને પ્રવાસીઓ માટે અલગ-અલગ એક્ટિવિટી સાથે 6 સ્થળોએ નવી સુવિધાઓ ઊભી કરાશે.

ADVERTISEMENT

અમદાવાદની ઓળખ સમાન કાંકરિયા લેકફ્રન્ટને બદલાતા સમય પ્રમાણે વધુ આકર્ષક અને મનોરંજક બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોના વિકાસ અને પુનઃવિકાસની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૦૮માં લેકફ્રન્ટના પ્રથમ તબક્કાના વિકાસ બાદ હવે અહીં ઉપલબ્ધ મનોરંજનની સાથે નવા પ્રકારની પ્રવૃત્તિઓ ઉમેરવામાં આવશે. કુલ છ અલગ અલગ સ્થળોએ અંદાજે ૯,૬૭૫ ચોરસ મીટર વિસ્તારમાં નવા મનોરંજન ઝોન વિકસાવવાનું આયોજન છે.

kankkkria

હાલ કાંકરિયા લેકફ્રન્ટમાં ૨.૨ કિલોમીટરના પેડેસ્ટ્રિયન વોક-વે ઉપરાંત ઝૂ, બાલવાટિકા, કિડ્સ સિટી, એમ્યુઝમેન્ટ પાર્ક, બોટિંગ અને ટોય ટ્રેન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. હવે હાલની સુવિધાઓને વધુ આધુનિક બનાવવાની સાથે એવી નવી પ્રવૃત્તિઓ ઊભી કરાશે કે જેનાથી બાળકો, પરિવાર અને બહારથી આવતા પ્રવાસીઓ માટે લેકફ્રન્ટમાં મનોરંજનના વધુ વિકલ્પો ઉપલબ્ધ થાય.

ઉપયોગને નવી દિશા આપી શકે

કાંકરિયા લેકફ્રન્ટના આ પુનઃવિકાસથી હાલની પરંપરાગત સુવિધાઓની સાથે નવા મનોરંજન વિકલ્પો ઉમેરાશે. ખાસ કરીને ૭,૦૦૦ ચો.મી.ના ઓપન એર થિયેટર વિસ્તારનો વિકાસ લેકફ્રન્ટના મનોરંજન અને સાંસ્કૃતિક ઉપયોગને નવી દિશા આપી શકે છે. છ સ્થળોએ અલગ પ્રકારની પ્રવૃત્તિ. કાંકરિયા લેકફ્રન્ટમાં ઝૂ ટિકિટબારી-૧ એટલે કે ગેટ નં. ૩ નજીક આશરે ૨૭૦ ચો.મી. વિસ્તારમાં પ્રાણીઓને ખલેલ ન પહોંચે તેવી શાંત પ્રકારની મનોરંજક પ્રવૃત્તિ વિકસાવવામાં આવશે. ગેટ નં. ૪ અને દેડકી ગાર્ડન નજીક ૨૫૦ ચો.મી. વિસ્તારમાં નવીન રાઈડ્સ અને એક્ટિવિટી માટે વ્યવસ્થા કરાશે.

મનોરંજન સુવિધા ઊભી કરાશે

ગેટ નં. ૬ અને આમ્રપાલી ફન લેન્ડ નજીકની ૧૨૫ ચો.મી. જગ્યામાં હાલની ફનલેન્ડ પ્રવૃત્તિથી અલગ નવી મનોરંજન સુવિધા ઊભી કરાશે. જ્યારે કિડ્સ સિટી નજીક અને પિકનિક હાઉસની પાછળના ૮૩૦ ચો.મી. વિસ્તારમાં બાળકો તથા પરિવાર માટે સલામત મનોરંજન ઝોન વિકસાવવામાં આવશે. ગેટ નં. ૨ નજીક ફૂટબોલ ગ્રાઉન્ડ અને વન ટ્રી હિલ ગાર્ડન પાસે આશરે ૧,૨૦૦ ચો.મી. વિસ્તારમાં કુદરતી વાતાવરણને જાળવી રાખીને ઓપન રિક્રિએશનલ એક્ટિવિટી શરૂ કરાશે. આ ઉપરાંત સાંઈ ઝુલેલાલ ઓપન એર થિયેટર ખાતે સૌથી મોટા ૭,૦૦૦ ચો.મી. વિસ્તારમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, મનોરંજન અને વિવિધ આધુનિક પ્રવૃત્તિઓ માટે વિશાળ સુવિધા વિકસાવવાનું આયોજન છે.

આ પણ વાંચો : ગીતા મંદિરની ટ્રાવેલ્સ ઓફિસોમાં છરી બતાવી ખંડણીનો ખેલ? વેપારીને જાનથી મારી નાખવાની ધમકીથી ફફડાટ

ખાનગી રોકાણથી વિકાસઃ એએમસીને આવકનો હિસ્સો

આ વિકાસ કામગીરી જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી)ના માળખા હેઠળ હાથ ધરવાની છે એટલે કે નવી મનોરંજન સુવિધાઓ ઊભી કરવા માટેનું મૂડીરોકાણ મુખ્યત્વે ખાનગી ભાગીદારો દ્વારા કરવામાં આવશે. તેના બદલામાં એએમસીને આવકના હિસ્સા મારફતે રેવન્યૂ પ્રાપ્ત થવાની વ્યવસ્થા રહેશે, જોકે ખાનગી રોકાણથી વિવિધ સ્થળોએ નવી સુવિધાઓ ઊભી થવાથી એએમસી પર સીધો મૂડી ખર્ચનો બોજ ઓછો રહેવાની શક્યતા છે અને ભવિષ્યમાં આવકનું નવું સાધન પણ ઊભું થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment Zones Kankaria Lakefront Ahmedabad AMC

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ