ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉપલેટામાં ભત્રીજાએ છરીના ઘા મારીને કાકાની હત્યા કરી, પોલીસે ગણતરીની પળોમાં ઝડપી પાડ્યો

ક્રાઈમ / ઉપલેટામાં ભત્રીજાએ છરીના ઘા મારીને કાકાની હત્યા કરી, પોલીસે ગણતરીની પળોમાં ઝડપી પાડ્યો

Published By: Hiralal Parmar

Last Updated: 08:03 PM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉપલેટાના ભાયાવગરમાં સગા કાકાની હત્યા કરનાર ભત્રીજાની પોલીસે ધરપકડ કરી હતી.

ADVERTISEMENT

ઉપલેટાના ભાયાવદર નાં પડવલા ગામે લોહિયાળ ખેલ, સામાન્ય તકરારમાં ભત્રીજાએ કાકાને છરીના ઘા ઝીંકી પતાવી દીધા ભાયાવદર પોલીસની કડક કાર્યવાહી હત્યા બાદ ફરાર થયેલો આરોપી ભત્રીજો ગણતરીના કલાકોમાં સીમમાંથી દબોચાયો હત્યામાં વપરાયેલ હથિયાર જપ્ત, પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો.

હત્યાને અંજામ આપી નાસી છૂટ્યો

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં કૌટુંબિક સંબંધોને કલંકિત કરતી સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. ભાયાવદર તાબેના પડવલા ગામે નજીવી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા ભત્રીજાએ સગા કાકાને છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યા. હત્યાને અંજામ આપી નાસી છૂટેલા હત્યારા ભત્રીજાને ભાયાવદર પોલીસે ગણતરીના કલાકોમાં સીમ વિસ્તારમાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

સામાન્ય બાબત ઉગ્ર બની

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં કાયદો-વ્યવસ્થાને પડકારતી લોહિયાળ ઘટનાથી સમગ્ર પંથક સ્તબ્ધ થઈ ગયો છે. ભાયાવદર નજીક આવેલા પડવલા ગામે કૌટુંબિક કાકા અદ્રેમાન નોયડા અને ભત્રીજો સોહીલ અયુબ નોયડા વચ્ચે સામાન્ય બાબતે શરૂ થયેલી વાતચીતે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઉગ્ર બોલાચાલી એટલી હદે વણસી ગઈ કે આવેશમાં આવેલા ભત્રીજા સોહીલે તમામ મર્યાદાઓ ઓળંગી કાકા અદ્રેમાન પર છરી વડે જીવલેણ હુમલો કરી દીધો.

કાકા સ્થળ પર જ ઢળી પડ્યાં

એક પછી એક ઝીંકાયેલા ઘાના કારણે કાકા ઘટનાસ્થળે જ રક્તરંજિત હાલતમાં ઢળી પડ્યા હતા અને તેમનો પ્રાણપંખેરુ ઊડી ગયો હતો. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી સોહીલ નોયડા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

વધુ વાંચો : રક્ષાબંધન પર STના કાફલામાં નવી 101 બસો ઉમેરાશે, ડેપ્યુટી CM હર્ષ સંઘવી આપશે લીલીઝંડી

પોલીસે ગણતરીની પળોમાં પકડ્યો

પોલીસની ત્વરિત અને સચોટ કાર્યવાહીના પરિણામે, ફરાર થયેલો આરોપી ભત્રીજો સોહીલ નોયડા ગણતરીના કલાકોમાં જ પડવલા ગામની સીમમાંથી દબોચાઈ ગયો. પોલીસે હત્યામાં વપરાયેલ હથિયાર—તીક્ષ્ણ છરી પણ કબજે કરી લીધી છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી, લોકઅપ હવાલે કરી વધુ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ