ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / રક્ષાબંધન પર STના કાફલામાં નવી 101 બસો ઉમેરાશે, ડેપ્યુટી CM હર્ષ સંઘવી આપશે લીલીઝંડી

ગાંધીનગર / રક્ષાબંધન પર STના કાફલામાં નવી 101 બસો ઉમેરાશે, ડેપ્યુટી CM હર્ષ સંઘવી આપશે લીલીઝંડી

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 07:37 PM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત એસટીના કાફલમાં નવી 101 બસો ઉમેરાઈ રહી છે, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી લીલીઝંડી દેખાડીને પ્રસ્થાન કરાવશે.

ADVERTISEMENT

રક્ષાબંધન પર બહેનો સરળતાથી મુસાફરી કરીને ભાઈના ઘરે પહોંચી શકે તે માટે આ 101 નવી બસો એસટી કાફલામાં સામેલ કરવામાં આવી રહી છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી લીલીઝંડી દેખાડીને નવી બસોનું પ્રસ્થાન કરાવશે.

વડોદરામાં મહિલાઓ માટે સિટી બસમાં મફત મુસાફરી

વડોદરા મનપાએ પણ શહેરની બહેનોને ભેટ આપી છે અને રક્ષાબંધનના તહેવારે પર સિટી બસની મુસાફરી મફત કરી દીધી છે. શહેરમાં દોડતી 150 ઈવી બસમાં બહેનો અને બાળકો મફત મુસાફરી કરી શકશે.

રક્ષાબંધન પર 6500 વધારાની એસટી બસો દોડશે

તહેવારોની ભીડને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા 26 થી 30 ઓગસ્ટ દરમિયાન 6500 વધારાની એસટી બસોનું પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે.

કયા રુટ પર દોડશે બસો

આ વધારાની બસો અમદાવાદ, ગોધરા, વડોદરા, પાલનપુર, નડીયાદ તથા પાવાગઢ, સુરત, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, વલસાડ સહિતના પ્રવાસન અને તીર્થધામો માટે દોડાવાશે.

વધુ વાંચો : આવતીકાલથી ભારે વરસાદની આગાહી, ગાજવીજ સાથે પવન પણ ફૂંકાશે, IMDનું એલર્ટ

ગત વર્ષે 3.33 લાખ મુસાફરોએ લાભ લીધો

ગત વર્ષે પણ રક્ષાબંધન પર નિગમ દ્વારા 6402 એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવામાં આવી હતી જેનો 3.33 લાખ મુસાફરોએ લાભ લીધો હતો. આ વર્ષે પણ મુસાફરોની સુવિધા માટે એડવાન્સ બુકિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

GANDHINAGAR news GANDHINAGAR Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ