ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાવનગર દારૂકાંડ પછી પોલીસની મોટી કાર્યવાહી, આદિપુરમાં ધમધમતી નકલી દારૂની ફેક્ટરી પકડાઈ

કચ્છ / ભાવનગર દારૂકાંડ પછી પોલીસની મોટી કાર્યવાહી, આદિપુરમાં ધમધમતી નકલી દારૂની ફેક્ટરી પકડાઈ

Published By: Vishal Khamar
Reported By: Alpesh Goswami

Last Updated: 04:58 PM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં દારૂકાંડની વચ્ચે કચ્છમાંથી નકલી દારૂની ફેક્ટરી પકડાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આદીપુરમાં બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમની ટીમે દરોડા પાડી તપાસ શરૂ કરી હતી.

ADVERTISEMENT

કચ્છ: ભાવનગરમાં દારૂકાંડની ચર્ચા વચ્ચે કચ્છમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. આદીપુરમાં બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને નકલી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી 600 લિટર જેટલું કેમિકલ ભરેલા વિવિધ કેરબા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

180 MLની ખાલી બોટલો અને સીલિંગ મટીરીયલ મળ્યું

દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી 180 MLની મોટી સંખ્યામાં ખાલી બોટલો મળી આવી હતી. આ ઉપરાંત બોટલોને સીલ કરવા માટેનું મટીરીયલ પણ કબજે કરવામાં આવ્યું છે. જેના આધારે સ્થળ પર નકલી દારૂ તૈયાર કરીને તેનું પેકિંગ કરવામાં આવતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

કેમિકલમાં પાણી ભેળવીને બનાવતા હતા નકલી દારૂ

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ કેમિકલમાં પાણી ભેળવીને નકલી દારૂ તૈયાર કરતા હતા. ત્યારબાદ તેને બોટલમાં ભરી સીલિંગ મટીરીયલની મદદથી પેક કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે.

બે આરોપી પોલીસની સકંજામાં

પોલીસે દરોડા દરમિયાન નકલી દારૂના જથ્થા તથા બનાવટમાં ઉપયોગમાં લેવાતા સામાન સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાત સરકારનો મોટો પર્યાવરણલક્ષી નિર્ણય! સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિક ફાઈલ-ફોલ્ડર પર પ્રતિબંધ

કેટલા સમયથી ચાલતું હતું કૌભાંડ?

આ ફેક્ટરીમાં કેટલા સમયથી નકલી દારૂનું ઉત્પાદન ચાલી રહ્યું હતું અને તૈયાર કરવામાં આવેલો નકલી દારૂ ક્યાં-ક્યાં પહોંચાડવામાં આવતો હતો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ નકલી દારૂના આ કૌભાંડને લઈને વધુ ચોંકાવનારી વિગતો સામે આવે તેવી શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Adipur fake liquor factory Kutch fake liquor Bhavnagar liquor scandal

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ