ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / મગફળીનો પાક ઉપાડીને જાર-એરંડાનું વાવેતર કરવા લાગ્યાં, વરસાદ ખેંચાતા ખેડૂતોની માઠી દશા
Last Updated: 05:15 PM, 25 August 2026
ADVERTISEMENT
આ વખતે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદ ઓછો પડ્યો છે જેમાં રાજકોટ જિલ્લો અને ખાસ જસદણ અને વિછીયા તાલુકામાં ઓછા વરસાદ પડતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે એક બાજુ મગફળીમાં પીળીયો રોગ લાગવાથી જસદણ વિંછીયા તાલુકાના 80 % જેટલા ખેડૂતોની મગફળીનો પાક નિષ્ફળ નીવડ્યો છે.
ADVERTISEMENT
મગફળીને બદલે જાર અને એરંડાનું વાવેતર
દર વખતે સિઝનનો 25 ich જેટલો વરસાદ પડતો હોય છે પણ આ વખતે સરેરાશ 7 ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોનો પાક પણ સુકાઈ રહ્યો છે જેમાં ખાસ મગફળીમાં પીળીયો રોગ આવતા જસદણ અને વિછીયા તાલુકાના ખેડૂતો પોતાની વાડી અને ખેતરમાંથી મગફળી ઉપાડી લીધી છે અમુક ખેડૂતો મગફળી ઉપાડી રહ્યા છે અને જાર તેમજ એરંડાનું વાવેતર કરી રહ્યા છે સારો વરસાદ હોય ત્યારે ખેડૂતો ચોમાસુ શિયાળો અને ઉનાળુ પાકનું વાવેતર કરતા હોય છે પણ આ વખતે તો પ્રથમ ચોમાસાના પાકમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તેનું કારણ છે ઓછો વરસાદ અને મગફળીમાં રોગચાળો. 10 વિઘા ની મગફળીના વાવેતર પાછળ લાખ દોઢ લાખનો ખર્ચો કરી ચૂકેલા ખેડૂતો રાતા પાણી એ રડી રહ્યા છે.
ADVERTISEMENT
ખેડૂતોએ ઠાલવી વેદના
ADVERTISEMENT
ખેડૂતો એકબીજા સમક્ષ પોતાની વેદના ઠાલવી રહ્યા છે અને કઈ રહ્યા છે કે આના કરતા તો પાક વીમા યોજના સારી છે પાક વીમા યોજનામાં ખેડૂતોને નુકસાની તો મળતી પણ અત્યારે તો કશું જ મળતુ નથી સરકારે સર્વે કરવો જોઈએ અને ખેડૂતોને બની શકે તો સહાય કરવી જોઈએ જસદણનો આલણ સાગર ડેમ જે 32 ફૂટે ઓવર ફલો થતો હોય છે પણ ડેમમાં માત્ર નવ ફૂટ જ પાણી છે આટલા પાણીએ તો જસદણ શહેરના લોકોને પીવાના પાણીમાં પણ મુશ્કેલી પડે 20 ફૂટ પાણી શહેરની જનતા માટે રાખવામાં આવતું હોય છે અને 12 ફૂટ પાણી શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવતું હોય પણ આ વખતે તે પણ બની નહીં શકે એટલે ખેડૂતો ચોમાસુ પાક બગડો તેનાથી પરેશાન તો છે પણ આગામી શિયાળુ અને ઉનાળુ પાક પણ નહીં લઈ શકે કારણ કે વરસાદના અભાવે કુવામાં પાણી ચઢયા જ નથી નદીમાં પુર આવ્યા જ નથી તો પોતાની વાડીમાં પોતાના કુવા ભરેલા હોય તો પાણી થી પાક થાય પણ કુવા જ ખાલી હોય તો શું થાય.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.