ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / મોટી રાહત! ખાંડના ભાવમાં આવ્યો 18 ટકાનો ઘટાડો, જાણો છૂટક-જથ્થાબંધ ભાવ

કારોબાર / મોટી રાહત! ખાંડના ભાવમાં આવ્યો 18 ટકાનો ઘટાડો, જાણો છૂટક-જથ્થાબંધ ભાવ

Published By: Hiralal Parmar

Last Updated: 05:53 PM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર દ્વારા ખાંડની આયાતની મંજૂરી આપવામાં આવ્યાં બાદ તેના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે.

ADVERTISEMENT

સરકારે ખાંડની આયાતને મંજૂરી આપ્યા પછી અને સંગ્રહખોરી અને સટ્ટાખોરી પર કડક કાર્યવાહી કર્યા પછી, મિલોના ભાવમાં 18 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. ગયા અઠવાડિયે ₹67 પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરે પહોંચેલા મિલના ભાવ હવે ઘટીને ₹55 પ્રતિ કિલોગ્રામ થઈ ગયા છે.

છૂટક ભાવમાં હજુ સુધી કોઈ ઘટાડો નહીં

જોકે, છૂટક ભાવમાં હજુ સુધી કોઈ ઘટાડો નોંધાયો નથી. ગયા અઠવાડિયે, ખાંડ મિલોએ ભાવ વધાર્યા હતા, જેના કારણે ભાવ ₹67 પ્રતિ કિલો યા હતા. હવે, મિલોના ભાવ 18% ઘટીને ₹55 પ્રતિ કિલો થયા છે.

બજારની વર્તમાન સ્થિતિ

મિલ ભાવ: 55 રૂપિયા પ્રતિ કિલો

જથ્થાબંધ ભાવ: 58.29 રૂપિયા પ્રતિ કિલો (24 ઓગસ્ટ સુધી સરેરાશ)

છૂટક કિંમત: 63.05 રૂપિયા પ્રતિ કિલો (24 ઓગસ્ટ સુધી સરેરાશ)

રિટેલ દુકાનો પર મિલોમાં ભાવ ઘટાડાનો લાભ સામાન્ય લોકોને ટૂંક સમયમાં મળશે.

મિલના જથ્થાબંધ અને છૂટક દરો વચ્ચે શું તફાવત છે?

મિલથી જથ્થાબંધ: સામાન્ય રીતે મિલના ભાવ અને જથ્થાબંધ ભાવ વચ્ચે પ્રતિ કિલો રૂ. 2 થી 3 નો તફાવત હોય છે.

મિલથી છૂટક: સામાન્ય ગ્રાહક માટે મિલના ભાવ અને છૂટક ભાવ વચ્ચે પ્રતિ કિલો રૂ. 7 થી 8નો તફાવત છે.

સરકારનાં પગલાં

સરકારે કિંમતોને નિયંત્રિત કરવા અને કાળાબજારને રોકવા માટે ત્રણ મોટા પગલાં લીધાં છે.

આયાત મુક્તિ: બહારથી 10 લાખ ટન કાચી ખાંડ આયાત કરવાની મંજૂરી અપાઈ

સ્ટોક મર્યાદા: મોટા ખરીદદારો (જેમ કે મીઠાઈ-પ્રક્રિયા કરતી કંપનીઓ) દ્વારા ખાંડના સંગ્રહ પર મર્યાદા નક્કી કરવામાં આવી છે.

વધુ વાંચો : મગફળીનો પાક ઉપાડીને જાર-એરંડાનું વાવેતર કરવા લાગ્યાં, વરસાદ ખેંચાતા ખેડૂતોની માઠી દશા

ફ્લાઈંગ સ્ક્વોડ: સંગ્રહખોરીને રોકવા અને કિંમતો પર નજર રાખવા માટે દેશભરમાં ફ્લાઈંગ સ્ક્વોડ તૈનાત કરવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sugar prices sugar prices news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ