ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઈડરમાં માસૂમ બાળકની હત્યા કરીને લાશ કૂવામાં નાખી, જાદુ ટોણામાં હત્યાનું સામે આવ્યું

સાબરકાંઠા / ઈડરમાં માસૂમ બાળકની હત્યા કરીને લાશ કૂવામાં નાખી, જાદુ ટોણામાં હત્યાનું સામે આવ્યું

Published By: Hiralal Parmar
Reported By: Sandip Patel

Last Updated: 04:13 PM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈડરના એક ગામમાં માસૂમ બાળકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. આરોપીએ હત્યા કરીને તેની લાશ કૂવામાં નાખી હતી.

ADVERTISEMENT

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સમલાપુર ગામમાંથી હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે બે દિવસ પહેલા ગુમ થયેલા માસુમ બાળક કેવલજી ઠાકોરની અમાનુષી હત્યા થઈ હોવાની ઘટના ખુલતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે જોકે પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બાળક ની હત્યા કરનાર આરોપી સાવનજી ઠાકોર ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે તેમજ ગત વર્ષે શંકાસ્પદ સંજોગોમાં ડેભોલ નદીમાંથી મૃત હાલત માં મૃતક ના મોટા ભાઈ અમિતજી ઠાકોરની પણ હત્યા કરાઈ હોવાની દિશામાં તપાસ શરૂ કરાઈ છે.

વેચાણના પ્લોટ માટે કરી માસૂમની હત્યા

ઈડરનું સમલાપુર ગામમાં ઠાકોર પરિવારે એક જ વર્ષના ગાળામાં પોતાના બં દીકરાઓને ગુમાવી દીધા છે. રવિવારે નાના દીકરા કેવલજી ઠાકોરનું અચાનક અપહરણ થતાં પરિવારે તુરંત પોલીસનો સંપર્ક સાધ્યો હતો. અરવિંદજી ઠાકોરના ગામમાં ચાર મકાનના ખુલ્લા પ્લોટ પૈકી એક પ્લોટ વેચાણની લેવા સાવનજી ઠાકોર નામનો શખ્સ અવાર નવાર દબાણ કરતો, સાથે જ પ્લોટ વેચાણે ન આપવા જેવી બાબતે વારંવાર ઝગડા પણ કરતો હોવાનું સામે આવ્યું છે, ત્યારે ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને ગામના જ સાવનજી ઠાકોરની શંકાના આધારે અટકાયત કરીને કડક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે આરોપીની કડકાઈ થી પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસાઓ થયા છે જેમાં તેને જ કેવલજી ઠાકોર નું અપહરણ કરી મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહ ને કુવામાં ફેક્યો હોવાનું સ્વીકાર્યું છે સાથે સાથે અરવિંદજી ઠાકોર ના પરિવાર દ્વારા અમારા પરિવાર ઉપર જાદુ ટોના અંધશ્રદ્ધાના પગલે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.

વધુ વાંચો : રાજકોટમાં સ્મશાન નજીક 12માં માળેથી કૂદીને યુવકે આપઘાત કર્યો, 3 મહિલાઓ વચ્ચે 'પીસાતો' હતો

આરોપીએ શું કબૂલાત કરી?

ઈડર પોલીસની પૂછપરછમાં આરોપી સાવનજી ભાંગી પડ્યો હતો અને તેણે કરેલા પાપનો ચિટ્ટો ખોલ્યો હતો. સાવનજીની કબૂલાત મુજબ, પ્લોટ વેચાણ લેવા જેવી જમીન-મિલકતની ક્ષુલ્લક બાબતને લઈને તેની દાનત બગડી હતી. આ વિવાદ સહિત અરવિંદજી ના પરિવાર દ્વારા જાદુટોણા કરી પોતાના પરિવારને પીડા આપી હોવાનું માની રહ્યો હતો જોકે અંધશ્રદ્ધા ના પગલે તેને હત્યા કરી હોવાનું સ્વીકાર્યું છે બીજી તરફ એક વર્ષ અગાઉ આ જ પરિવારના ડેભોલ નદીમાંથી અરવિંદજીના મોટા પુત્ર અમિતજી ઠાકોરનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, જેને અત્યાર સુધી અકસ્માત કે અન્ય કારણ માનવામાં આવતું હતું, પરંતુ તે પણ સાવનજીની જ ક્રૂરતાનો ભોગ બન્યો હોવાની સંભાવનાઓ શરૂ થઈ છે તેમજ પોલીસે પણ તે દિશામાં તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે જોકે સ્થાનિક ગ્રામજનો આરોપી સાવનજી ઠાકોર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ