ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Mission 2027: ચૂંટણી પહેલા RSS-સરકારનું મંથન! અમદાવાદમાં બે દિવસ બેઠક, ખેડૂતો-યુવાનોના મુદ્દા અને ચૂંટણી રણનીતિ પર ચર્ચા

અમદાવાદ / Mission 2027: ચૂંટણી પહેલા RSS-સરકારનું મંથન! અમદાવાદમાં બે દિવસ બેઠક, ખેડૂતો-યુવાનોના મુદ્દા અને ચૂંટણી રણનીતિ પર ચર્ચા

Published By: Vishal Khamar
Reported By: Parth Jani

Last Updated: 04:09 PM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2027 ની વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સરકારની મહાબેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્ય સરકારના 6 સિનિયર મંત્રીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

ADVERTISEMENT

ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. આ કડીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વની બે દિવસીય બેઠક યોજાઈ રહી છે. સહ સરકાર્યવાહ અરુણ કુમારની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય અને સામાજિક પરિસ્થિતિ સહિત આગામી વિધાનસભા ચૂંટણીની વ્યૂહરચના અંગે ચર્ચા થવાની શક્યતા છે.

બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના નેતાઓ હાજર રહ્યા છે. રાજ્ય સરકાર તરફથી પણ અનેક સિનિયર મંત્રીઓ બેઠકમાં જોડાયા છે. જેમાં જીતુ વાઘાણી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રમણ સોલંકી અને કમલેશ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કુંવરજી બાવળિયા અને પ્રફુલ પાનસેરિયા પણ બેઠકમાં હાજર છે.

2027ની ચૂંટણીને લઈને મહત્વનું મંથન

આ બેઠકને 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. RSS અને સરકાર વચ્ચે રાજ્યની વર્તમાન પરિસ્થિતિ, સંગઠનાત્મક કામગીરી અને જનતા સાથેના જોડાણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર અને સંગઠન વચ્ચે વધુ સારા સંકલન તેમજ રાજકીય વ્યૂહરચનાને લઈને પણ મંથન થઈ શકે છે. સતત બે દિવસ ચાલનારી આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થવાની સંભાવના છે.

સરકાર અને સંગઠન વચ્ચે સંકલન પર ભાર

2027ની વિધાનસભા ચૂંટણી હજુ આગળ હોવા છતાં ભાજપ અને RSS સ્તરે અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ રહી હોવાનું આ બેઠક પરથી સ્પષ્ટ થાય છે. સરકારની કામગીરી, સંગઠનની સ્થિતિ અને રાજ્યના રાજકીય માહોલ અંગેના વિવિધ પાસાઓ પર ચર્ચા કરીને આગામી સમય માટેની દિશા નક્કી કરવામાં આવી શકે છે.

આ બેઠકમાં થનારા મંથન બાદ સરકાર અને સંગઠન વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવવા માટે કેટલાક મહત્વના નિર્ણયો સામે આવી શકે છે. જોકે બેઠકમાં લેવાયેલા ચોક્કસ નિર્ણયો અંગે સત્તાવાર વિગતોની રાહ જોવી પડશે.

આ પણ વાંચોઃ ખેરોજની નદીમાં બે યુવકોના મો*ત! ઉબોરા ગામના દિનેશ અને રાહુલ નાહવા ગયા હતા, પરિવારમાં આક્રંદ

બે દિવસીય બેઠક પર સૌની નજર

RSSના વરિષ્ઠ નેતા અરુણ કુમારની અધ્યક્ષતામાં યોજાતી આ બે દિવસીય બેઠકને ગુજરાતના રાજકીય પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 2027ની ચૂંટણી માટે ભાજપ અને RSS વચ્ચેની વ્યૂહાત્મક ચર્ચા આગામી રાજકીય દિશા માટે કેટલી મહત્વપૂર્ણ સાબિત થાય છે, તેના પર હવે સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Mission 2027 Gujarat Assembly Election 2027 RSS Gujarat Meeting

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ