ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના હીરા ઉદ્યોગ પર ઘેરાયાં સંકટનાં વાદળો, રશિયાએ બદલી રણનીતિ, કરોડોનાં નુકસાનની ભીતિ

ગુજરાત / સુરતના હીરા ઉદ્યોગ પર ઘેરાયાં સંકટનાં વાદળો, રશિયાએ બદલી રણનીતિ, કરોડોનાં નુકસાનની ભીતિ

Published By: Vishal Khamar
Reported By: Nirmal Patel

Last Updated: 06:20 PM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા 2027 સુધી ડાયમંડ કટિંગ-પોલિશિંગ ક્લસ્ટર બનાવશે અને ચોક્કસ રફ હીરા પર 8% એક્સપોર્ટ ડ્યુટી લાગુ કરશે, જેનાથી સુરતના હીરા ઉદ્યોગ સામે નવા પડકારો ઊભા થઈ શકે છે.

ADVERTISEMENT

વિશ્વની ડાયમંડ કેપિટલ ગણાતા સુરતના હીરા ઉદ્યોગ પર વધુ એક મોટા સંકટના વાદળો ઘેરાયા છે. અત્યાર સુધી જે રશિયા ભારતને રફ ડાયમંડ સપ્લાય કરતું હતું. તે હવે પોતે જ ડાયમંડ કટિંગ અને પોલિશિંગનું વૈશ્વિક હબ બનવા જઈ રહ્યું છે. રશિયાના આ માસ્ટરપ્લાન અને નવી નિકાસ નીતિને કારણે સુરતના હીરા કારખાનેદારો અને લાખો રત્નકલાકારોની ચિંતામાં મોટો વધારો થયો છે.

સુરતના હીરા ઉદ્યોગ માટે વૈશ્વિક સ્તરેથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશમાં ડાયમંડ કટિંગ અને પોલિશિંગ ઉદ્યોગના વિકાસ માટે એક મહત્વપૂર્ણ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે.

રશિયાની દિગ્ગજ માઇનિંગ કંપની અલરોઝા (Alrosa)ના CEO પાવેલ મરીનીચેવ સાથેની ઉચ્ચસ્તરીય બેઠક બાદ રશિયાએ વર્ષ 2027 સુધીમાં પોતાનું વિશાળ ડાયમંડ કટિંગ ક્લસ્ટર ઊભું કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. રશિયા હવે માત્ર રફ હીરા વેચવાને બદલે પોતે તૈયાર કરેલા પોલિશ્ડ ડાયમંડ વૈશ્વિક બજારમાં ઉતારશે, જે સુરતના એકાધિકાર સામે સીધો પડકાર બનશે.

દિનેશ નાવડીયા (ચેરમેન, ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ)

  • 1 સપ્ટેમ્બર 2026થી ચોક્કસ રફ હીરા પર 8% એક્સપોર્ટ ડ્યુટી લાગુ.
  • 0.45 કેરેટથી 10.8 કેરેટ અને મોટા સ્પેશિયલ-સાઇઝના રફ હીરા ડ્યુટીના દાયરામાં.
  • ​સુરતના મેન્યુફેક્ચરર્સ માટે રશિયન રફ મેળવવું વધુ મોંઘું અને મુશ્કેલ બનશે.

G-7 અને યુરોપિયન યુનિયનના પ્રતિબંધોને કારણે ભારતમાં રશિયન રફની આવક પહેલાથી જ 39% ઘટી ચૂકી છે. વર્ષ 2024માં જે આયાત 664 મિલિયન ડૉલર હતી, તે 2025માં ઘટીને માત્ર 406 મિલિયન ડૉલર રહી ગઈ છે. હવે રશિયાની આક્રમક નીતિને પગલે સુરતના કારખાનેદારોએ રફ હીરા માટે બોત્સ્વાના, દક્ષિણ આફ્રિકા અને નામિબિયા જેવા આફ્રિકન દેશો પર સંપૂર્ણ નિર્ભર રહેવું પડશે.

ભાવેશ ટાંક (ઉપપ્રમુખ, ડાયમંડ વર્કર યુનિયન)
પરંપરાગત રીતે રશિયા રફ આપનાર અને સુરત તેને ચમકાવનાર કેન્દ્ર તરીકે જાણીતું હતું, પરંતુ આ સમીકરણ હવે સંપૂર્ણ બદલાઈ રહ્યું છે. રફની અછત અને વધતા ભાવોને કારણે સ્થાનિક એકમોમાં ઉત્પાદન ઘટવાની અને રત્નકલાકારોની રોજગારી પર સીધી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ ભાવનગર દારૂકાંડ પછી પોલીસની મોટી કાર્યવાહી, આદિપુરમાં ધમધમતી નકલી દારૂની ફેક્ટરી પકડાઈ

મંદી વૈશ્વિક પ્રતિબંધો અને ઘટતી માંગ વચ્ચે રશિયાનું આ પગલું સુરતના હીરા ઉદ્યોગ માટે ' ખતરા સમાન સાબિત થઈ રહ્યું છે. જો રશિયા પોતાના દેશમાં સફળતાપૂર્વક પોલિશિંગ ક્લસ્ટર ઊભું કરી લેશે, તો સુરતના હીરા ઉદ્યોગકારોએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે નવી વૈશ્વિક રણનીતિઓ ઘડવી પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Diamond Industry Russia Diamonds Alrosa

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ