ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : શ્વાન હોસ્પિટલમાંથી 4 લાખના દાગીના ભરેલો થેલો લઈને ભાગી નીકળ્યો, જુઓ વીડિયો

MP / VIDEO : શ્વાન હોસ્પિટલમાંથી 4 લાખના દાગીના ભરેલો થેલો લઈને ભાગી નીકળ્યો, જુઓ વીડિયો

Published By: Hiralal Parmar

Last Updated: 11:03 PM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક શ્વાન હોસ્પિટલમાં 4 લાખના દાગીના ભરેલી થેલી લઈને ભાગી ગયો હતો.

ADVERTISEMENT

મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લા હોસ્પિટલમાં એક શ્વાન 4 લાખના દાગીના ભરેલો થેલો લઈને છૂમંતર થઈ ગયો હતો. હોસ્પિટલ દ્વારા ચોરીની ફરિયાદ લખાવાઈ પછી તપાસ કરવામાં આવી હતી, સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તેમાં દેખાતું હતું કે એક શ્વાન મોંમાં થેલો લઈને ભાગી રહ્યો હતો. જો કે સદભાગ્યે આ બેગ હોસ્પિટલના પરિસરમાંથી જ મળી આવી હતી અને તેમાં રાખેલા ઘરેણાં અને રોકડ સુરક્ષિત હતી.

વોર્ડમાં શું બન્યું?

મંદસૌર જિલ્લા હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં લતાબાઈ વાલ્મીકિ પોતાના દીકરાની સારવાર માટે હોસ્પિટલ આવ્યાં હતા. તેઓ પોતાની સાથે એક થેલો લાવ્યા હતા જેમાં સોનાના દાગીના હતા. રવિવાર અને સોમવારની રાતે આશરે 1 થી 6 વાગ્યા વચ્ચે અચાનક તેનો થેલો ગાયબ થઈ ગયો હતો. લતાબાઈના જણાવ્યા અનુસાર બેગમાં સોના અને ચાંદીના ઘરેણાં ઉપરાંત 2 હજાર રૂપિયા રોકડા રાખેલા હતા. ઘરેણાં અને રોકડની કુલ કિંમત 4 લાખ જેટલી થવા જતી હતી.

વધુ વાંચો : VIDEO : બાળકોને ઘેર મોકલી પાર્ટી કરી, સુરતની સ્કૂલમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

હોસ્પિટલ પરિસરમાંથી જ થેલો મળી આવ્યો

સવારે જ્યારે લતાબાઈને થેલો ન મળ્યો ત્યારે તેમણે ફરિયાદ લખાવી હતી. હેડ કોન્સ્ટેબલ અજય સોલંકીને બેગ શોધવાની જવાબદારી સોંપવામાં આવી. પોલીસની ટીમ હોસ્પિટલમાં પહોંચી અને ત્યાં લાગેલા સીસીટીવીનું રેકોર્ડિંગ ચેક કરવાનું શરૂ કરી દીધું અને આખરે હોસ્પિટલ પરિસરમાંથી જ થેલો મળી આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stray dog theft national news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ