ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આબુની હોટલમાં વેઈટર હાર્ટએટેકથી ઢળી પડ્યો, ઊંઝાના પરિવારે CPR આપીને જીવ બચાવ્યો
Last Updated: 10:45 PM, 25 August 2026
ADVERTISEMENT
માઉન્ટ આબુની હોટલમાં એક વેઈટર માટે ઊંઝાનો પરિવાર દેવદૂત બન્યો છે. હકીકતમાં ઊંઝા APMCના પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલ અને ગામના સરપંચ ચિરાગ પટેલ સહિતનો પરિવાર માઉન્ટ આબુની હોટલમાં જમી રહ્યો હતો ત્યારે તેમને ખાવાનું આપવા આવેલા એક વેઈટરને હાર્ટએટેક આવ્યો હતો અને તેને કારણે તે ઢળી પડ્યો હતો. આ જોઈને પટેલ પરિવારના સભ્યો ખાવાનું પડતું મૂકીને તેની તરફ દોડી પડ્યા હતા અને તેને સીપીઆર અને મોંએથી શ્વાસ આપ્યો હતો અને આ રીતે વેઈટરનો જીવ બચી ગયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
ADVERTISEMENT
પટેલ પરિવાર માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા
ઊંઝા એપીએમસીના પૂર્વ સેક્રેટરી પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા અને ત્યારે આ ઘટના બની હતી. વિષ્ણુ પટેલ અને પરિવારના સભ્યોએ તાત્કાલિક CPR આપી ધબકારા ફરી શરુ કરાવ્યાં હતા.
ADVERTISEMENT
વેઈટર પાલનપુરની હોસ્પિટલમાં દાખલ
ADVERTISEMENT
આ ઘટના બાદ વેઈટરને પાલનપુરની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તેની તબિયત હાલ સ્થિર છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.