ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / તાપસી પન્નુ બની ‘ગાંધારી’, OTT પર ધૂમ મચાવશે થ્રિલર, ધાંસૂ ટીઝર થયું રિલીઝ
Last Updated: 11:41 PM, 25 August 2026
ADVERTISEMENT
બોલિવૂડમાં પોતાના દમદાર અભિનય અને અલગ વિષયવસ્તુ ધરાવતી ફિલ્મો માટે જાણીતી અભિનેત્રી તાપસી પન્નુ ટૂંક સમયમાં જ એક નવા અને આક્રમક અવતારમાં જોવા મળશે. તેની મોસ્ટ અવેટેડ ઓટીટી ફિલ્મ 'ગાંધારી' નું ઓફિશિયલ ટીઝર નેટફ્લિક્સ દ્વારા સોશિયલ મીડિયા પર લોન્ચ કરી દેવામાં આવ્યું છે. ટીઝરે સોશિયલ મીડિયા પર આવતા જ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ટીઝર અનુસાર, આ ફિલ્મની વાર્તા એક એવી માતાની આસપાસ ફરે છે જેની નાની બાળકી અચાનક રેલવે સ્ટેશન પરથી ગાયબ થઈ જાય છે. પુત્રીની શોધખોળ દરમિયાન અકસ્માતમાં તે મહિલા પોતાની આંખોની દ્રષ્ટિ ગુમાવી બેસે છે. પોલીસ તપાસમાં બહાર આવે છે કે આ માત્ર એક બાળકીના અપહરણનો કિસ્સો નથી, પરંતુ એક આખી ગેંગ સક્રિય છે જે કાળી શક્તિઓ અને અંધશ્રદ્ધાના નામે બાળકોની બલિ ચડાવવા તેમનું અપહરણ કરે છે. દ્રષ્ટિ ગુમાવ્યા છતાં આ માતા કઈ રીતે 'ગાંધારી' બનીને આખી ગેંગ સામે લડે છે તે આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે.
Ek maa, ek beti aur behroopiyo ka sheher 🎭 Gandhari is coming to unmask everyone. pic.twitter.com/fBW575nqZA
— Netflix India (@NetflixIndia) August 25, 2026
ADVERTISEMENT
આ ફિલ્મ 3 સપ્ટેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. મુખ્ય કલાકારોમાં તાપસી પન્નુ, ઇશ્વાક સિંહ, જતિન સરના, મિતા વસિષ્ઠ, સ્વાસ્તિકા મુખર્જી અને છાયા કદમ જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન દેવાશીષ મખીજાએ કર્યું છે, જ્યારે તેની વાર્તા જાણીતી રાઇટર કનિકા ધિલ્લોને લખી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ગોવિંદાના પુત્ર યશવર્ધન સાથે લગ્ન કરશે જૅમી લીવર? વાયરલ AI વીડિયોની હકીકત સામે આવી
રિલીઝ પહેલાં જ સ્ટોરી ચોરીનો વિવાદ
ADVERTISEMENT
ફિલ્મનું ટીઝર આઉટ થવાની સાથે જ તે વિવાદોમાં સપડાઈ છે. અહેવાલો મુજબ, લેખિકા કલ્યાણ બાંદી દ્વારા 'ગાંધારી'ની રાઇટર કનિકા ધિલ્લોન પર વાર્તા ચોરી કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ વિવાદ વચ્ચે પણ સોશિયલ મીડિયા પર ટીઝરને લઈ ફેન્સમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ