ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / નવી Bajaj Pulsar 150 લોન્ચ, ધાંસૂ છે ફીચર્સ, જાણો કિંમત

photo-story

5 ફોટો ગેલેરી

ઓટો / નવી Bajaj Pulsar 150 લોન્ચ, ધાંસૂ છે ફીચર્સ, જાણો કિંમત

Last Updated: 09:36 PM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બજાજે Bajaj Pulsar 150 નું નેક્સ્ટ-જેન મોડલ લોન્ચ કર્યું છે, જેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત ₹1.15 લાખ રાખવામાં આવી છે.

1/5

photoStories-logo

1. નવી Bajaj Pulsar 150 લોન્ચ, ધાંસૂ છે ફીચર્સ, જાણો કિંમત

દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની બજાજ ઓટો (Bajaj Auto) એ પોતાના આઇકોનિક પલ્સર લાઇન-અપને મોટો એડવાન્સ અપડેટ આપ્યો છે. કંપનીએ ભારતીય બજારમાં Next-Gen Bajaj Pulsar 150 લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ નવી બાઇકમાં માત્ર બહારનો લુક જ નથી બદલ્યો, પરંતુ એન્જિન પર્ફોર્મન્સ, રાઇડિંગ કમ્ફર્ટ, બ્રેકિંગ અને ડિજિટલ ટેકનોલોજીમાં પણ નોંધપાત્ર સુધારા કર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કિંમત અને વેરિઅન્ટ્સ

નવી Pulsar 150 ભારતીય બજારમાં ત્રણ મુખ્ય વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ થશે. જેમાં LCD ડિસ્પ્લે સાથેના 'સિંગલ સીટ, સિંગલ ડિસ્ક' વેરિઅન્ટની દિલ્હી એક્સ-શોરૂમ કિંમત ₹1,15,233 રાખવામાં આવી છે. જ્યારે TFT ડિસ્પ્લે ધરાવતા 'સિંગલ સીટ, ડ્યુઅલ ડિસ્ક' વેરિઅન્ટની કિંમત ₹1,22,184 છે. આ ઉપરાંત, સ્પોર્ટી લુક ધરાવતા અને TFT ડિસ્પ્લે સાથેના ટોપ વેરિઅન્ટ 'સ્પ્લિટ સીટ, ડ્યુઅલ ડિસ્ક'ની કિંમત ₹1,23,187 (એક્સ-શોરૂમ, દિલ્હી) નક્કી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. એન્જિન પર્ફોર્મન્સ અને વધારાનો ટોર્ક

બાઇકમાં 149.5 સisi નું સિંગલ-સિલિન્ડર એન્જિન જાળવી રાખવામાં આવ્યું છે, પરંતુ તેના ટોર્ક આઉટપુટમાં સુધારો કરાયો છે. હવે આ એન્જિન 14 bhp પાવરની સાથે 14.1 Nm ટોર્ક જનરેટ કરે છે (જૂના મોડલમાં 13.25 Nm ટોર્ક મળતો હતો). હવે ઓછી એન્જિન સ્પીડ (RPM) પર જ ગ્રાહકોને વધુ પાવર અને ઉત્કૃષ્ટ પિક-અપ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. હાઇટેક કનેક્ટેડ ફીચર્સ અને સસ્પેન્શન

નવી પલ્સર 150 ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ જ એડવાન્સ્ડ બની ગઈ છે. વેરિઅન્ટ મુજબ 4.8-ઇંચની LCD સ્ક્રીન અથવા 5-ઇંચની TFT સ્ક્રીન મળશે.TFT વેરિઅન્ટમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, Wi-Fi, ગૂગલ મેપ્સ ઇન્ટિગ્રેશન અને સ્ક્રીન મિરરિંગ જેવા પ્રીમિયમ ફીચર્સ મળે છે.સ્માર્ટફોન ચાર્જિંગ માટે હવે આધુનિક USB Type-C પોર્ટ આપવામાં આવ્યો છે. રિયર સસ્પેન્શનમાં સૌથી મોટો ફેરફાર કરીને ટ્વિન શૉકને બદલે મોનોશૉક સસ્પેન્શન (110mm ટ્રેવલ) આપવામાં આવ્યું છે. ફ્રન્ટમાં 33mm ટેલિસ્કોપિક ફોર્ક્સ છે, જેથી ખરાબ રસ્તાઓ પર પણ સ્મૂથ રાઇડિંગ એક્સપિરિયન્સ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. બ્રેકિંગ, સેફ્ટી અને લાઇટિંગ

બાઇકના તમામ લાઇટિંગ સેટઅપને અપગ્રેડ કરીને ઓલ-LED કરી દેવાયા છે (LED હેડલેમ્પ, ટેલ લેમ્પ અને LED ઇન્ડિકેટર્સ). સેફ્ટી માટે સિંગલ-ચેનલ ABS સાથે ફ્રન્ટમાં 260mm ડિસ્ક અને રિયરમાં વેરિઅન્ટ મુજબ 130mm ડ્રમ અથવા 230mm ડિસ્ક બ્રેક મળે છે. ઉપરાંત, બાઇકમાં ઇલેક્ટ્રિક સ્ટાર્ટ સાથે કિક-સ્ટાર્ટ અને વિવિધ રાઇડિંગ મોડ્સ પણ આપવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

BajajPulsar150 Pulsar Pulsar150
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ