ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ક્રિતી સેનન-કંગના રણૌતના વિવાદમાં કૂદ્યા રાહુલ ગાંધી, કહ્યું- 'શું પહેરવું શું નહીં એમની મરજી'

photo-story

6 ફોટો ગેલેરી

વિવાદ / ક્રિતી સેનન-કંગના રણૌતના વિવાદમાં કૂદ્યા રાહુલ ગાંધી, કહ્યું- 'શું પહેરવું શું નહીં એમની મરજી'

Last Updated: 09:59 AM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાહુલ ગાંધીએ મહિલાઓના વસ્ત્રો અને સ્વતંત્રતા અંગેની ક્રિતી સેનનની પોસ્ટ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી. તેમણે મહિલાઓને ટ્રોલ ના કરવાની અપીલ કરી.

1/6

photoStories-logo

1. ક્રિતી એડીવીટી વિવાદમાં રાહુલ ગાંધીની એન્ટ્રી

બોલિવૂડ અભિનેત્રી ક્રિતી સેનન હાલમાં તેની એક પોસ્ટને કારણે ચર્ચામાં છે. તેણે તાજેતરમાં રક્ષાબંધનની એક જાહેરાતને લઈને વિવાદ પર મૌન તોડ્યું હતું અને કહ્યું હતું કે તહેવારોની સુંદરતા તેના મૂળ ભાવમાં રહેલી છે, નહીં કે વ્યક્તિ કેવા કપડાં પહેરે છે તેમાં. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કૃતિની પોસ્ટને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરીને તેને સમર્થન આપ્યું છે અને આ રીતે મહિલાઓની પસંદ તથા સ્વતંત્રતા અંગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. રાહુલ ગાંધીએ કરી પોસ્ટ શેર

રાહુલ ગાંધીએ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ બાબત શેર કરતા લખ્યું, "મહિલા શું પહેરે છે, શું કરે છે અને ક્યાં જાય છે, તે તેમની પસંદગી છે." તેમણે મહિલાઓને તેમની સ્વતંત્રતાનો ઉપયોગ કરવા બદલ ટ્રોલ કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો અને કહ્યું, "મહિલાઓને તેમની સ્વતંત્રતાનો ઉપયોગ કરવા બદલ ટ્રોલ કરવાનું બંધ કરો." રાહુલ ગાંધીની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી બાદ, ક્રિતી સેનનની પોસ્ટ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ક્રિતી સેનનએ શું લખ્યુ હતું?

ભારે ટ્રોલિંગને ધ્યાનમાં રાખીને, કૃતિ સેનનએ રક્ષાબંધનના અવસરે એક પોસ્ટ શેર કરી. તેમાં તેણે તહેવારની સાચી ભાવના અને મહિલાઓના પહેરવેશ અંગે કરવામાં આવેલી કમેન્ટ્સ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા. ક્રિતીએ લખ્યું કે તહેવારોની સાચી સુંદરતા તેમાં પહેરવામાં આવતા વસ્ત્રોમાં નહીં, પરંતુ તેની સાથે જોડાયેલી લાગણીઓ અને પરંપરાઓમાં રહેલી છે. તેણે સમજાવ્યું કે, તેના અને તેની બહેન માટે રક્ષાબંધન એ પરસ્પર રક્ષા અને સાથ આપવાનું પ્રતીક છે. તેણે એ પણ ઉલ્લેખ કર્યો કે તેની પ્રાર્થનાઓ અને પ્રેમ તેમના પાલતુ શ્વાન સુધી માટે છે, કારણ કે તેઓ પણ પરિવારનો જ એક ભાગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ક્રિતીએ સમાજની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા

ત્યારબાદ, ક્રિતીએ મહિલાઓના પહેરવેશ અંગે સમાજની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા. તેણે પૂછ્યું કે મહિલાઓને શું પહેરવું જોઈએ તે કહેવાનું ક્યારે બંધ કરવામાં આવશે. પોતાની પોસ્ટમાં કૃતિએ ભારપૂર્વક જણાવ્યું કે મહિલાના સન્માન અને તેની સંસ્કૃતિ પ્રત્યેના લગાવને માત્ર તેના પહેરવેશથી ન માપવા જોઈએ. તેણે કહ્યું કે સંસ્કૃતિ અને પરંપરાઓ હૃદયમાં વસેલી હોય છે, ગળાના ભાગે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. સોશિયલ મીડિયા પર ચર્ચા

ક્રિતીની પોસ્ટ અને રાહુલ ગાંધી દ્વારા વ્યક્ત કરાયેલા સમર્થન બાદ, સોશિયલ મીડિયા પર મહિલાઓના પહેરવેશ, સ્વતંત્રતા અને સંસ્કૃતિ અંગે ગરમાગરમ ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યાં કેટલાક લોકો ક્રિતીના વલણ સાથે સહમત જણાય છે, ત્યાં અન્ય યુઝર્સ આ બાબતે ભિન્ન અભિપ્રાય ધરાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કંગનાએ નારાજગી વ્યક્ત કરી

કંગના રનૌતે પણ ક્રિતી સેનન પ્રત્યે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે, તેણે ક્રિતીની સોશિયલ મીડિયા પોસ્ટની એકની આકરી ટીકા કરતા તેના પર પ્રહારો કર્યા છે. તેણે કહ્યું હતું, "મહિલાઓ માટે આ એક શાનદાર સમય છે. આપણાં કપડાંના સંગ્રહમાં વિવિધ પ્રકારના પોશાકો છે. આજની મહિલા એક વૈશ્વિક મહિલા છે. કોકટેલ ડ્રેસથી લઈને લહેંગા-ચોલી, જીન્સથી લઈને સાડી અને બિકિનીથી લઈને સલવાર-કમીઝ સુધી - આપણી પાસે ઘણા વિકલ્પો છે. તો પછી ભાઈના કાંડા પર રાખડી બાંધતી વખતે તમે બિકિની કે અન્ડરગાર્મેન્ટ્સ શા માટે પહેરો?" "તમારી પાસે ઘણા બધા સ્ટાઇલ વિકલ્પો છે, તે ક્યાં ગયા?" હાહા, આ જાહેરાત જાણી જોઈને વિચિત્ર અને અજીબ લાગે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

rahul gandhi supports kriti raksha bandhan adv outfit controversy kirti sanon
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ