ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરમાં દારૂ કાંડ બાદ પણ બુટલેગરો બેફામ, તળાજાના દકાના ગામે રૂ.38 હજારનો દારૂ ઝડપાયો

ગુજરાત / ભાવનગરમાં દારૂ કાંડ બાદ પણ બુટલેગરો બેફામ, તળાજાના દકાના ગામે રૂ.38 હજારનો દારૂ ઝડપાયો

Published By: Nidhi Panchal

Last Updated: 06:47 AM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં દારૂ કાંડ બાદ પોલીસની કાર્યવાહી વચ્ચે પણ બુટલેગરો બેફામ હોવાનું સામે આવ્યું છે. તળાજાના દકાના ગામમાં LCBએ બાતમીના આધારે દરોડો પાડીને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ADVERTISEMENT

ભાવનગર જિલ્લામાં દારૂના ગેરકાયદે વેચાણ અને હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી ચાલી રહી છે, તેમ છતાં બુટલેગરો પોતાની હરકતોથી જાણે પાછળ હટતા નથી. તળાજાના દકાના ગામમાં LCBની ટીમને એવી જ એક બાતમી મળી હતી. બાતમીના આધારે ટીમે ગામમાં પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન માતાજીના મંદિર પાછળ આવેલા બાવળના કાંટામાં છુપાવી રાખેલો દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

bhavnagar

મળતી માહિતી મુજબ, બુટલેગરે દારૂનો જથ્થો એવી રીતે છુપાવ્યો હતો કે સામાન્ય રીતે જોતા કોઈને તેની જાણ ન થાય. દારૂનો કેટલોક જથ્થો જમીનમાં દાટવામાં આવ્યો હતો, જ્યારે અન્ય જથ્થો કંતાનના કોથળામાં ભરીને છુપાવવામાં આવ્યો હતો. LCBની ટીમે સ્થળ પર તપાસ કરતા એક પછી એક દારૂની બોટલો મળી આવી હતી.

અલગ-અલગ બ્રાન્ડની કુલ 348 બોટલો જપ્ત કરી

પોલીસે નાની-મોટી અલગ-અલગ બ્રાન્ડની કુલ 348 બોટલો જપ્ત કરી છે. ઝડપાયેલા દારૂ સહિત કુલ રૂ.38 હજારનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે. આ સમગ્ર કાર્યવાહી બાતમીના આધારે LCB દ્વારા કરવામાં આવી હતી. પોલીસની ટીમે સ્થળ પર તપાસ કરી દારૂનો જથ્થો કબજે લીધો હતો અને મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પુના મકવાણા હોવાનું સામે આવ્યું

આ કાર્યવાહીમાં જે વ્યક્તિનું નામ સામે આવ્યું છે તે પુના મકવાણા હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસની કાર્યવાહી દરમિયાન પુના મકવાણા સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જેથી તેની ધરપકડ માટે પોલીસે તપાસ શરૂ કરી છે. ફરાર આરોપી પુના મકવાણા વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો

હવે પોલીસની તપાસનો મુખ્ય મુદ્દો એ છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો. સાથે જ આ સમગ્ર મામલામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : આબુની હોટલમાં વેઈટર હાર્ટએટેકથી ઢળી પડ્યો, ઊંઝાના પરિવારે CPR આપીને જીવ બચાવ્યો

ભાવનગરમાં દારૂ કાંડ બાદ દારૂના ગેરકાયદે વેપાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે વચ્ચે તળાજાના દકાના ગામમાંથી આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલો મળી આવવી ગંભીર બાબત માનવામાં આવી રહી છે. હવે ફરાર બુટલેગર પુના મકવાણા ઝડપાયા બાદ જ દારૂના આ જથ્થા પાછળની સમગ્ર હકીકત બહાર આવે તેવી શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

, LCB Raid Bhavnagar Crime Talaja Liquor Raid

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ