ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢના કેશોદમાં મિલકત વેચાણમાં મોટો ફ્રોડ, 17 લાખના 16 પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવી ફરી વેચી નાખ્યા
Last Updated: 09:46 AM, 26 August 2026
ADVERTISEMENT
કેશોદના સોંદરડા ગામમાં પ્લોટ ખરીદીને વર્ષોથી પોતાના મકાનમાં રહેતા 16 જેટલા પરિવારોને અચાનક એવી જાણ થઈ કે તેમની મિલકતના ફરીથી વેચાણના દસ્તાવેજ થઈ ગયા છે. આ વાત સામે આવતા લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી અને અંતે ભોગ બનનાર લોકો કેશોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સમગ્ર મામલે પોલીસે મૂળ માલિકના વારસદારો સામે ગુનો નોંધ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે, સોંદરડા ગામમાં અંદાજીત રૂ.17 લાખની કિંમતના કુલ 16 પ્લોટના ખોટા દસ્તાવેજ બનાવીને અન્ય વ્યક્તિઓને વેચી નાખવામાં આવ્યા હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ, મૂળ માલિકના વારસદારોએ અગાઉ આ પ્લોટના કાયદેસરના વેચાણ દસ્તાવેજ કરી આપ્યા હતા. ત્યારબાદ ફરીથી આ જ મિલકતોના બીજા વ્યક્તિઓ સાથે વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.
ADVERTISEMENT
આ સમગ્ર મામલામાં સૌથી મહત્વની વાત એ છે કે આ 16 પ્લોટમાંથી અનેક જગ્યાએ પહેલેથી જ મકાનો બનેલા છે. લોકો ત્યાં વર્ષોથી રહે છે અને એક માળથી લઈને બે માળ સુધીના પાકા મકાનો પણ ઉભા છે. એટલે કે જે જગ્યાએ મકાન બનીને લોકો રહેતા હતા, ત્યાં કાગળ પર ખાલી જગ્યા બતાવીને ફરી પ્લોટ વેચી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ભોગ બનનાર વૃજલાલ ઘેટીયાએ આ મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે હર્ષા ભલાણી, સાગર ભલાણી અને રજનીશ ભલાણી સામે ગુનો દાખલ કર્યો છે. કેશોદ પોલીસે હવે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને દસ્તાવેજોની તપાસ સહિત અન્ય વિગતો પણ એકત્ર કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ મામલે ભોગ બનનાર પરિવારના સભ્ય વિજયકુમાર ચુડાસમાએ પોતાની વાત પણ જણાવી છે. તેમણે કહ્યું કે તેમનું નામ વિજયકુમાર મેરામણભાઈ ચુડાસમા છે અને તેઓ સોંધાળા ગામના રહેવાસી છે. તેમના કહેવા પ્રમાણે, હર્ષાબેન રમેશભાઈ વલાણી, સાગરભાઈ રમેશભાઈ વલાણી અને તેમના નાના ભાઈ રજનીશભાઈ રમેશભાઈ વલાણી દ્વારા અગાઉ આશરે વર્ષ 2000ની આસપાસ 16 પ્લોટની બિનખેતી કરાવી કાયદેસરના વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યા હતા. વિજયકુમાર ચુડાસમાના જણાવ્યા પ્રમાણે, બાદમાં આ જ પ્લોટને લઈને ચોથા મહિનામાં અન્ય બે પાર્ટીઓ સાથે ફરી દસ્તાવેજ કરવામાં આવ્યો હોવાની જાણ થઈ હતી. ગામ તરફથી આ અંગે જાણકારી મળ્યા બાદ તેમણે પંચાયત સહિતની જગ્યાએ તપાસ કરી હતી. તપાસ કરતા તેમને સમગ્ર મામલો સામે આવ્યો અને ત્યારબાદ 16 જેટલા ભોગ બનનાર લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વધુમાં જણાવ્યું કે હાલમાં તમામ 16 પ્લોટના ધારકો ત્યાં રહે છે. તેમના મકાનો પાકા બનેલા છે અને કેટલાક મકાનો એક માળના તો કેટલાક બે માળના છે. આ તમામ લોકો પોતાની મિલકતમાં જ રહે છે અને મિલકતનો ભોગવટો પણ તેઓ જ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ભાવનગરમાં દારૂ કાંડ બાદ પણ બુટલેગરો બેફામ, તળાજાના દકાના ગામે રૂ.38 હજારનો દારૂ ઝડપાયો
ADVERTISEMENT
હવે ભોગ બનનાર પરિવારની એક જ માંગ છે કે જે રીતે ખોટા દસ્તાવેજ કરવામાં આવ્યા છે તેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેમની મિલકતનું ટાઇટલ ક્લિયર કરવામાં આવે અને જે મિલકત કાયદેસર રીતે તેમની છે તે તેમને પાછી કાયદેસર રીતે મળે. હાલ કેશોદ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. પોલીસે ફરિયાદમાં નામ સામે આવેલા હર્ષા ભલાણી, સાગર ભલાણી અને રજનીશ ભલાણી સામે ગુનો નોંધીને દસ્તાવેજો અને મિલકત સંબંધિત વિગતો તપાસવાનું શરૂ કર્યું છે. તપાસ આગળ વધશે તેમ આ 16 પ્લોટના કહેવાતા ડબલ વેચાણ પાછળની સમગ્ર હકીકત વધુ સ્પષ્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો