ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / કેનેડા જવાની તૈયારીમાં હતી નિધિ, પરિવારે કહ્યું- 'અંતિમ સંસ્કાર નહી કરીએ'
Last Updated: 12:43 PM, 26 August 2026
ADVERTISEMENT
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામમાં પરિવારની ગેરહાજરીમાં ઘરમાં એકલી રહેલી 25 વર્ષીય નિધિ પટેલની હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિવાર પ્રવાસેથી પરત ફર્યો ત્યારે ઘરના ઉપરના માળે નિધિનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના મોઢા પર કોથળીઓ અને દોરી બાંધેલી હોવાનું પરિવારનું કહેવું છે. ઘરમાંથી રોકડ રકમ અને દાગીના પણ ગાયબ હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
હત્યારો ઝડપાય નહીં ત્યાં સુધી તેઓ દીકરીના અંતિમસંસ્કાર નહીં કરેઃ પરિવારજનો
ઘટના બાદ ગોદાવાડી ગામમાં ભયનો માહોલ છે. પોલીસની વિવિધ ટીમોએ તપાસ શરૂ કરી છે. પરિવારની સ્પષ્ટ માગ છે કે જ્યાં સુધી હત્યારો ઝડપાય નહીં ત્યાં સુધી તેઓ દીકરીના અંતિમસંસ્કાર નહીં કરે.
ADVERTISEMENT

રાત્રે પિતા સાથે ફોન પર વાત થઈ હતી
ADVERTISEMENT
મૃતક નિધિના પિતા વાસુદેવભાઈ પટેલના જણાવ્યા અનુસાર, પરિવાર 3 રાત્રિ અને 2 દિવસના ડાકોર તથા આબુ-અંબાજીના પ્રવાસે ગયો હતો. 23 ઓગસ્ટની રાત્રે ડાકોરથી પરત ફરતી વખતે રાત્રે 9:28 વાગ્યે તેમણે નિધિ સાથે ફોન પર વાત કરી હતી. તે સમયે નિધિને જણાવ્યું હતું કે પરિવાર રાત્રે આશરે 3 વાગ્યે ઘરે પહોંચશે.
ઘરમાં પંખો અને લાઇટ ચાલુ હોવાથી પરિવારને શંકા ગઈ
ADVERTISEMENT
પરિવાર ઘરે પહોંચ્યો ત્યારે બે વખત બેલ વગાડવા છતાં દરવાજો ન ખૂલ્યો. નિધિના મોબાઇલ પર ફોન કરતાં ફોન બંધ આવતો હતો. બારીમાંથી તપાસ કરતાં નિધિ નજરે પડી નહોતી. ઘરમાં પંખો અને લાઇટ ચાલુ હોવાથી પરિવારને શંકા ગઈ હતી. ત્યારબાદ ઘરની પાછળ જઈ તપાસ કરતાં પાછળનું બારણું આડું હોવાનું જણાયું. પરિવારજનોએ ઘરમાં શોધખોળ શરૂ કરી હતી. ઉપરના માળે જતાં નિધિનો મૃતદેહ મળી આવ્યો હતો.

ADVERTISEMENT
મોઢા પર કોથળીઓ અને દોરી બાંધેલી હોવાનો પિતાનો દાવો
વાસુદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે નિધિના મોઢા પર ત્રણ કોથળીઓ બાંધેલી હતી અને દોરીથી પણ બાંધવામાં આવી હતી. પરિવારના જણાવ્યા મુજબ તેની હત્યા દોરીથી ગળું દબાવીને કરવામાં આવી હોવાની આશંકા છે. ઘરમાંથી આશરે ₹25 હજાર રોકડ, ₹5 હજારની નવી નોટોનું બંડલ તેમજ ચેઇન, વીંટી અને સાંકળ સહિતના દાગીના લૂંટાયા હોવાનું પરિવારનું કહેવું છે.
ADVERTISEMENT
‘હત્યારો નહીં પકડાય ત્યાં સુધી અંતિમસંસ્કાર નહીં કરીએ’
નિધિના પિતાએ કહ્યું કે તેમની દીકરી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ IELTSની તૈયારી કરી રહી હતી. તેનો પાસપોર્ટ પણ તૈયાર થઈ ગયો હતો અને આગામી 2થી 5 મહિનામાં કેનેડા જવાની તૈયારી હતી. તેમણે કહ્યું કે પોલીસની કામગીરી પર તેમને વિશ્વાસ છે, પરંતુ પરિવારને ન્યાય જોઈએ છે. દીકરી સાથે જે બન્યું તે ફરી કોઈ પરિવાર સાથે ન બને તે માટે હત્યારો ઝડપાય ત્યાં સુધી અંતિમસંસ્કાર નહીં કરવાની પરિવારની માગ છે.
હત્યારો પરિચિત હોવાની દિશામાં પણ તપાસ
ઘટનાસ્થળની પ્રાથમિક પરિસ્થિતિને આધારે હત્યા માત્ર લૂંટના ઇરાદે થઈ હતી કે તેની પાછળ અન્ય કોઈ કારણ છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે. ઘટનામાં આરોપી અથવા આરોપીઓ ઘરના પાછળના બારણેથી પ્રવેશ્યા હોવાની આશંકા છે.
હત્યારો પરિચિત હોવાની શક્યતા
ઘરમાં કોણ હાજર છે અને કબાટ સહિતની વસ્તુઓ ક્યાં છે તેની જાણકારી આરોપીને અગાઉથી હતી કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. આથી હત્યારો પરિચિત હોવાની શક્યતા સહિતના વિવિધ પાસાં તપાસ હેઠળ છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય તપાસ એજન્સીઓએ ગોદાવાડીમાં તપાસ શરૂ કરી છે. નિધિના કોલેજ મિત્રો અને અન્ય પરિચિતોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે, સંવેદનશીલ તપાસને કારણે પોલીસે આ અંગે સત્તાવાર રીતે કોઈ ચોક્કસ નિષ્કર્ષ જાહેર કર્યો નથી.

8 પોલીસ ટીમો તપાસમાં જોડાઈ
સુરત ગ્રામ્ય પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ DySP, 4 PI અને 8 PSI સહિતની ટીમોને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. માંડવી PI જે.એસ. વળવી તપાસ કરી રહ્યા છે. પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદ લીધી છે. ઘટનાસ્થળેથી ફિંગરપ્રિન્ટ સહિતના પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. પરિવારના સ્વજનોના નિવેદન પણ લેવામાં આવ્યા છે. મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને પોલીસ તબીબોના સંપર્કમાં રહી તપાસ આગળ ધપાવી રહી છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મોટી અપડેટ, જાણો કઈ કેટેગરીના ઉમેદવાર બનશે શહેરના મેયર?
નિધિનું કેનેડા જવાનું સપનું અધૂરું રહી ગયું
નિધિ પટેલ ભણવામાં હોશિયાર અને પરિવારનું લાડકવાયું સંતાન હતી. એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ તે વિદેશમાં અભ્યાસ અને કારકિર્દી બનાવવાની તૈયારી કરી રહી હતી. તેની એક બહેન કેનેડામાં સ્થાયી છે, જ્યારે બીજી બહેન પુણેમાં વ્યવસાય કરે છે. નિધિના અકાળે અને ઘાતકી મોતથી માતા-પિતા તેમજ બંને બહેનો પર આભ તૂટી પડ્યું છે. પરિવાર હવે એક જ માગ કરી રહ્યો છે—નિધિના હત્યારાને વહેલી તકે ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો