ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / PM આવાસના મકાન લઇ ભાડે ચડાવ્યાં, 15 આવાસધારકોને મળી નોટિસ
Last Updated: 12:49 PM, 26 August 2026
ADVERTISEMENT
ભાવનગર શહેરના રૂવા વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં મહાપાલિકાએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. 64 આવાસોના સર્વે દરમિયાન 15 મકાનોમાં મૂળ લાભાર્થીઓના બદલે અન્ય લોકો રહેતા હોવાનું જણાયું છે. તંત્ર હવે આવા આવાસધારકો સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
ADVERTISEMENT
મકાન ખાલી નહી કરાય તો સીલ કરાશે
મહાપાલિકાના ચેકિંગ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, કેટલાક લાભાર્થીઓએ આવાસ મેળવ્યા બાદ તેનો ઉપયોગ પોતે કરવાને બદલે અન્ય લોકોને રહેવા આપ્યો હોવાની સ્થિતિ જોવા મળી છે. આ મામલે 15 આવાસધારકોને અંતિમ નોટિસ આપવામાં આવશે અને નિર્ધારિત સમયમર્યાદામાં મકાન ખાલી નહીં કરાય તો આવાસ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
શહેરના તમામ PM આવાસોમાં થશે સર્વે
ADVERTISEMENT
રૂવા વિસ્તારમાં થયેલા ચેકિંગ બાદ હવે ભાવનગર શહેરમાં આવેલી તમામ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં સર્વે હાથ ધરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ગેરલાભાર્થીઓ દ્વારા આવાસનો ઉપયોગ, ભાડે આપવાના કિસ્સા તેમજ અન્ય રીતે નિયમોના ભંગ અંગે તપાસ કરવામાં આવશે.હાલમાં આવાસ યોજનાના નિયમોના ભંગ બદલ રૂ.30 હજાર સુધીના દંડની જોગવાઈ હોવાનું જાણવા મળે છે. જોકે, ગેરરીતિ સામે વધુ કડક કાર્યવાહી કરવા માટે દંડની રકમ વધારીને રૂ.1 લાખ સુધી કરવાની તેમજ જરૂર જણાય તો આવાસ રદ કરવાની પણ વિચારણા થઈ શકે છે.

ADVERTISEMENT
વારંવાર ભાડુઆતો પર કાર્યવાહી, મૂળ લાભાર્થીઓ સામે ક્યારે?
PM આવાસ યોજનાની કામગીરીને લઈને તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક સ્તરે આક્ષેપ છે કે આવાસોમાં રહેતા ભાડુઆતો સામે અવારનવાર ચેકિંગ કરીને દંડ વસૂલવામાં આવે છે, પરંતુ ખોટા એફિડેવિટ કે અન્ય ગેરરીતિના આધારે આવાસનો લાભ મેળવનારા મૂળ લાભાર્થીઓ સામે કડક કાર્યવાહી ક્યારે થશે? તે પ્રશ્ન યથાવત છે. એક તરફ શહેરમાં અનેક જરૂરિયાતમંદ અને મકાનવિહોણા નાગરિકો આવાસની રાહ જોઈ રહ્યા છે, જ્યારે બીજી તરફ યોજનાના મકાનોનો નિયમ વિરુદ્ધ ઉપયોગ થતો હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. અત્યાર સુધી 200થી વધુ આવાસોમાંથી ભાડુઆતોને ખાલી કરાવવામાં આવ્યા હોવાની પણ ચર્ચા છે.
ADVERTISEMENT

7 વર્ષ બાદ આવાસ વેચવાના આક્ષેપ
ADVERTISEMENT
PM આવાસ યોજનાના કેટલાક મકાનો અંગે 7 વર્ષનો સમયગાળો પૂર્ણ થયા બાદ ઊંચા ભાવે વેચી દેવાના કિસ્સા પણ ચર્ચામાં છે. જો આવા કિસ્સા સાચા હોય તો સરકારી આવાસ યોજનાના મૂળ હેતુ સામે ગંભીર સવાલો ઊભા થાય છે.આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે નિયમોની કેટલીક જોગવાઈઓનો લાભ લઈને ગેરરીતિ કરનારા લાભાર્થીઓ સામે કડક પગલાં લેવાતા નથી. પરિણામે યોજનાનો લાભ ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે.
આ પણ વાંચોઃ કેનેડા જવાની તૈયારીમાં હતી નિધિ, પરિવારે કહ્યું- 'અંતિમ સંસ્કાર નહી કરીએ'
તંત્ર, અધિકારીઓ અને પક્ષોની કામગીરી સામે સવાલ
પ્રધાનમંત્રીના નામે અમલમાં આવેલી આવાસ યોજનામાં ભાવનગરમાં વ્યાપક ગેરરીતિના આક્ષેપો વચ્ચે હવે મહાપાલિકા તંત્રની દેખરેખ અને અધિકારીઓની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. વિપક્ષ સાથે સાથે શાસક પક્ષની કામગીરી અંગે પણ જવાબદારી નક્કી કરવાની માંગ થઈ રહી છે.હવે જોવાનું એ રહેશે કે માત્ર નોટિસ અને દંડ સુધી કાર્યવાહી મર્યાદિત રહે છે કે ગેરરીતિ સાબિત થનારા લાભાર્થીઓના આવાસ રદ કરવા સહિતના કડક પગલાં લેવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો