ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોરબંદર-દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા, 3થી 10 સપ્ટેમ્બરે સારો વરસાદ પડશે

photo-story

7 ફોટો ગેલેરી

ગુજરાત / પોરબંદર-દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા, 3થી 10 સપ્ટેમ્બરે સારો વરસાદ પડશે

Last Updated: 12:42 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ બનવાની શક્યતા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના અલગ-અલગ વિસ્તારો માટે વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ 26 ઓગસ્ટથી વરસાદની શક્યતા છે, જ્યારે 3થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.

1/7

photoStories-logo

1. ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું

ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે હવે ફરી વરસાદને લઈને આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના અલગ અલગ ભાગોમાં આગામી દિવસોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 26 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદની શક્યતા

અંબાલાલ પટેલની આગાહી મુજબ 26 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. આ સાથે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. સૌથી મહત્વની વાત 3થી 10 સપ્ટેમ્બરનો સમયગાળો

વરસાદની આગાહીમાં સૌથી મહત્વની વાત 3થી 10 સપ્ટેમ્બરનો સમયગાળો છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 3થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ આવી શકે છે. આ સમય દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બની શકે છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ પણ વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. વરસાદનું વહન ગુજરાત તરફ આવી શકે

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજસ્થાન તરફથી વરસાદનું વહન ગુજરાત તરફ આવી શકે છે. જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તેની અસર થઈ શકે છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ગુજરાતને લઈને પણ આગાહી કરવામાં આવી

દક્ષિણ ગુજરાતને લઈને પણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે અહીં વરસાદનું પ્રમાણ અન્ય વિસ્તારોની સરખામણીએ વધારે રહેવાની શક્યતા છે. પોરબંદર અને દ્વારકા સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. એટલે કે આગામી દિવસોમાં માત્ર એક જ વિસ્તારમાં નહીં પરંતુ ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે. હવામાનમાં થતા ફેરફારોને કારણે વરસાદી માહોલ ફરી સક્રિય થઈ શકે છે. અંબાલાલ પટેલે કેટલાક વિસ્તારોમાં 2થી 3 ઈંચ સુધી વરસાદ પડી શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે. જોકે વરસાદનું પ્રમાણ કયા વિસ્તારમાં કેટલું રહેશે તે સ્થાનિક હવામાન પરિસ્થિતિ પર આધાર રાખશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. 26 ઓગસ્ટથી વરસાદની શક્યતા

26 ઓગસ્ટથી વરસાદની શક્યતા વચ્ચે 3થી 10 સપ્ટેમ્બરનો સમય ગુજરાત માટે મહત્વનો બની શકે છે. ઉત્તર ગુજરાતથી લઈને પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને પોરબંદર-દ્વારકામાં વરસાદની શક્યતાને કારણે આગામી દિવસોમાં હવામાન પર સૌની નજર રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Porbandar Dwarka Rain Gujarat Rain Forecast Ambalal Patel Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ