ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના ઉન પાટિયામાં 13 વર્ષીય કિશોર ત્રીજા માળેથી પટકાયો, ગરદનમાંથી સળિયો આરપાર

photo-story

6 ફોટો ગેલેરી

દુઃખદ / સુરતના ઉન પાટિયામાં 13 વર્ષીય કિશોર ત્રીજા માળેથી પટકાયો, ગરદનમાંથી સળિયો આરપાર

Reported By: Nirmal Patel

Last Updated: 11:52 AM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સુરતના ઉન પાટિયામાં ત્રીજા માળેથી પટકાયેલા 13 વર્ષના કિશોરની ગરદનમાં સળિયો આરપાર નીકળી જતા બાળકને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

1/6

photoStories-logo

1. દુર્ઘટનામાં 13 વર્ષીય કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો

સુરત શહેરના ઊન પાટિયા વિસ્તારમાં એક ચોંકાવનારી દુર્ઘટનામાં 13 વર્ષીય કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. મદરેસાની બે માળની ઇમારતની છત પર રમતી વખતે વરસાદી પાણીના કારણે પગ લપસી જતાં કિશોર બાજુમાં ચાલી રહેલા બાંધકામની સાઇટ પર પટકાયો હતો. નીચે પડતાં લોખંડનો સળિયો તેના ખભાના ભાગમાંથી ઘૂસી મોઢાના ભાગેથી આરપાર નીકળી ગયો હતો. ઘટનાને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વરસાદી પાણીના કારણે પગ લપસતાં થયો અકસ્માત

ઊન વિસ્તારમાં તિરુપતિ નગર નજીક આવેલા મહેમૂદિયા મદરેસામાં અભ્યાસ કરતો 13 વર્ષીય નાવીદ (નાઝિશ) છત પર અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. દરમિયાન છત પર વરસાદી પાણી ભરાયેલું હોવાથી અચાનક તેનો પગ લપસી ગયો હતો. સંતુલન ગુમાવતાં તે સીધો બાજુમાં ચાલી રહેલા મકાનના બાંધકામ સ્થળે નીચે પટકાયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. દૃશ્ય જોઈ આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા

બાંધકામ સ્થળે ઊભા રાખવામાં આવેલા લોખંડના સળિયામાં કિશોર ફસાઈ ગયો હતો. સળિયો તેના ખભાના ભાગમાંથી શરીરમાં ઘૂસીને મોઢાના ભાગેથી બહાર નીકળ્યો હતો. આ દૃશ્ય જોઈ આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સ્થાનિકોએ સળિયો કાપી બાળકને હોસ્પિટલ પહોંચાડ્યો

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કિશોરની ગંભીર સ્થિતિને જોતા સમય બગાડ્યા વિના સ્થાનિકોએ સાવચેતીપૂર્વક લોખંડનો સળિયો કાપ્યો હતો, જેથી બાળકને બાંધકામ સ્થળેથી બહાર કાઢી શકાય. ત્યારબાદ તેને 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ગંભીર ઈજાને કારણે હોસ્પિટલના ઈમરજન્સી મેડિકલ સ્ટાફે પણ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમે હાથ ધર્યું ઓપરેશન

હોસ્પિટલમાં કિશોરની સ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને તબીબોએ તાત્કાલિક જરૂરી તપાસ અને સીટી સ્કેન કરાવ્યું હતું. શરીરના મહત્વના ભાગોને વધુ નુકસાન ન થાય તે રીતે સળિયો બહાર કાઢવો પડકારજનક હતો. નવી સિવિલ હોસ્પિટલના સિનિયર સર્જનો અને તબીબોની ટીમે તાત્કાલિક ઓપરેશન હાથ ધરી શરીરમાં ખૂંપેલો લોખંડનો સળિયો સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. પ્રાથમિક સારવાર અને સર્જરી બાદ કિશોરની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ગંભીર અકસ્માત છતાં બચ્યો કિશોરનો જીવ

પ્રત્યક્ષદર્શી શાકિબના જણાવ્યા મુજબ, વરસાદના કારણે છત પર પાણી ભરાયું હોવાથી બાળકનો પગ લપસી ગયો હતો અને તે બાજુમાં ચાલી રહેલા બાંધકામ સ્થળે પટકાયો હતો. સળિયો શરીરમાંથી આરપાર નીકળી જવા છતાં સમયસર સ્થાનિકોની મદદ અને તબીબોની તાત્કાલિક સારવારના કારણે કિશોરનો જીવ બચી ગયો છે. ઘટનાને પગલે કિશોરના પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી, પરંતુ ઓપરેશન બાદ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Surat accident Un Patia accident 13-year-old boy injured
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ