ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મોટી અપડેટ, જાણો કઈ કેટેગરીના ઉમેદવાર બનશે શહેરના મેયર?

ચૂંટણી 2026 / ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મોટી અપડેટ, જાણો કઈ કેટેગરીના ઉમેદવાર બનશે શહેરના મેયર?

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 12:03 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી સમયમાં યોજાનાર ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગર મહાનગર પાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી મેયર રહેશે.

ADVERTISEMENT

ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. મળતી માહિતી મુજબ, મહાનગરપાલિકાની ચૂંટણી અંગેનું જાહેરનામું સપ્ટેમ્બર મહિનામાં જાહેર થઈ શકે છે. ખાસ કરીને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજકીય પક્ષો દ્વારા તૈયારી શરૂ કરી

ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બંને પક્ષો સંગઠનાત્મક સ્તરે બેઠકો યોજી સંભવિત ઉમેદવારો અને ચૂંટણી રણનીતિ અંગે ચર્ચા કરી રહ્યા છે.

ઓક્ટોબર મહિનામાં પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતા

મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા ઓક્ટોબર મહિનામાં પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતા છે. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ રાજકીય પક્ષોની સક્રિયતા વધુ વધવાની સંભાવના છે.

મેયર માટે પ્રથમ અઢી વર્ષ ઓબીસી રહેશે

આ ઉપરાંત, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર પદને લઈને પણ મહત્વની બાબત સામે આવી છે. મેયરના કાર્યકાળના પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી અનામત રહેશે તેવી માહિતી છે. આ અનામતને પગલે મેયર પદ માટેની રાજકીય ગણતરીઓમાં પણ બદલાવ આવી શકે છે.

આ પણ વાંચોઃ સુરતના ઉન પાટિયામાં 13 વર્ષીય કિશોર ત્રીજા માળેથી પટકાયો, ગરદનમાંથી સળિયો આરપાર

સત્તાવાર કાર્યક્રમની જાહેરાતની રાહ જોવાઈ રહી છે

હાલ ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર કાર્યક્રમની જાહેરાતની રાહ જોવાઈ રહી છે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણીની તારીખો જાહેર થાય તો ગાંધીનગરમાં રાજકીય માહોલ વધુ ગરમાવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Municipal Corporation Election 2026 Gandhinagar Election Date Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ