ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / દોઢ વર્ષના માસૂમના ગળામાં ફસાઈ સેફ્ટી પિન, સુરત સિવિલના ડોક્ટરોએ વાઢકાપ વિના અન્નનળીમાંથી કાઢી પિન
6 ફોટો ગેલેરી
Last Updated: 01:53 PM, 26 August 2026
1/6
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રમતાં-રમતાં દોઢ વર્ષના બાળકે ખુલ્લી સેફ્ટીપિન ગળી લેતાં પરિવારના જીવ તાળવે ચોંટી ગયો હતો. પિન અન્નનળીના ઉપરના ભાગમાં ફસાઈ ગઈ હતી. જોકે, નવી સિવિલ હોસ્પિટલના ENT વિભાગના તબીબોએ સમયસર સારવાર કરીને કોઈપણ પ્રકારની કાપકૂપ કે ચીરો કર્યા વગર એન્ડોસ્કોપી ટેકનિકથી પિન બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો.
2/6
મૂળ બિહારના વતની અને હાલ ભેસ્તાનમાં રહી કાપડ યુનિટમાં મજૂરીકામ કરતા અરસદ મોહમ્મદ રાયનનો દોઢ વર્ષનો પુત્ર આયન સોમવારે, 24 ઓગસ્ટે સવારે ઘરમાં રમી રહ્યો હતો. રમતી વખતે તેણે જમીન પર પડેલી ખુલ્લી સેફ્ટીપિન ગળી લીધી હતી. થોડા જ સમયમાં બાળક સતત રડવા લાગ્યો હતો અને તેને ઊલટીઓ પણ શરૂ થઈ ગઈ હતી. બાળકે સેફ્ટીપિન ગળી લીધી હોવાની જાણ થતાં પરિવાર ગભરાઈ ગયો હતો અને તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યો હતો.
ADVERTISEMENT
3/6
નવી સિવિલ હોસ્પિટલના ENT વિભાગમાં બાળકનો એક્સ-રે કરવામાં આવતાં અન્નનળીના ઉપરના ભાગમાં ખુલ્લી સેફ્ટીપિન ફસાયેલી હોવાનું સ્પષ્ટ થયું હતું. મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈ તબીબોની ટીમે તાત્કાલિક પ્રોસિજર શરૂ કર્યો હતો. એન્ડોસ્કોપી એટલે કે દૂરબીન ટેકનિકની મદદથી ચીપિયાની મદદ વડે આશરે 30થી 45 મિનિટમાં 2 સેન્ટિમીટરની ખુલ્લી સેફ્ટીપિન સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ માટે બાળકના શરીર પર કોઈ ચીરો કે કાપકૂપ કરવાની જરૂર પડી નહોતી.
4/6
ADVERTISEMENT
5/6
તબીબોના જણાવ્યા અનુસાર, તીક્ષ્ણ સેફ્ટીપિન લાંબો સમય અન્નનળીમાં ફસાયેલી રહે તો અન્નનળી અથવા શ્વાસનળીમાં કાણું પડી શકે છે. તેના કારણે ફેફસાંમાં ચેપ ફેલાવા ઉપરાંત શ્વાસ રુંધાવાની સ્થિતિ ઊભી થઈ શકે છે અને બાળકના જીવ સામે ગંભીર જોખમ સર્જાઈ શકે છે.
6/6
(1)નાના બાળકોની પહોંચથી સિક્કા, સેલ-બેટરી, સેફ્ટીપિન, સોય, ટાંકણી અને કાનની બુટ્ટી જેવી નાની વસ્તુઓ હંમેશાં દૂર રાખવી.(2) બાળક કોઈ વસ્તુ ગળી જાય તો તેને બળજબરીપૂર્વક ઊલટી કરાવવી નહીં.(3) ઘી, કેળાં કે અન્ય ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો.(4) ગળવામાં તકલીફ, સતત લાળ ટપકવી, ખાંસી, છાતીમાં દુખાવો અથવા ઊલટી જેવા લક્ષણો દેખાય તો સમય બગાડ્યા વગર તબીબી સારવાર લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ