ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પાલડીના બંધ મકાનને કર્યું ટાર્ગેટ, બારીની ગ્રીલ તોડી ઘરમાં ઘૂસ્યા, ચોરોએ 22.84 લાખની ઉઠાંતરી કરી

ક્રાઈમ / પાલડીના બંધ મકાનને કર્યું ટાર્ગેટ, બારીની ગ્રીલ તોડી ઘરમાં ઘૂસ્યા, ચોરોએ 22.84 લાખની ઉઠાંતરી કરી

Published By: Vishal Khamar

Last Updated: 02:41 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલડીની પાર્શ્વનગર સોસાયટીમાં રહેતા ૬૯ વર્ષીય હિતેશ શાહ માટે ગઈ કાલની સવાર સામાન્ય હતી, પરંતુ થોડા કલાકોમાં જ આખું ઘર જાણે તસ્કરોનું નિશાન બની ગયું હતું.

ADVERTISEMENT

પાલડીની પાર્શ્વનગર સોસાયટીમાં રહેતા ૬૯ વર્ષીય હિતેશ શાહ માટે ગઈ કાલની સવાર સામાન્ય હતી, પરંતુ થોડા કલાકોમાં જ આખું ઘર જાણે તસ્કરોનું નિશાન બની ગયું હતું. પત્ની પારુલ શાહને તીર્થધામ જવા માટે બસમાં બેસાડવા ગયેલા હિતેશ શાહ પરત પોતાના ઘરે આવ્યા ત્યારે મુખ્ય દરવાજાનું તાળું ખોલીને અંદર પ્રવેશતાં જ ઘરનો નજારો જોઈ ચોંકી ગયા હતા. ઘરની તમામ વસ્તુઓ વેરવિખેર હતી અને કીમતી ચીજવસ્તુઓ ગાયબ હતી. તપાસ કરતાં આશરે રર.૮૪ લાખ રૂપિયાની મતાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.

હિતેશ શાહ નરોડા ખાતે શાહ ઈલેક્ટ્રોનિક્સ નામની કંપની ધરાવે છે અને હાલ પત્ની સાથે નં‌િદની હાઈટ્સમાં રહે છે. તેમનું પાર્શ્વનગર સોસાયટીનું મકાન છેલ્લા એક મહિનાથી બંધ રહેતું હતું, જોકે ઘરમાં પક્ષીઓને ચણ નાખવાની જવાબદારી હોવાથી હિતેશ શાહ સમયાંતરે ત્યાં જતા હતા. ગઈ કાલે પણ પત્નીને બસમાં બેસાડ્યા બાદ તેઓ સીધા પાર્શ્વનગરના ઘરે પક્ષીઓને ચણ નાખવા પહોંચ્યા હતા, પરંતુ દરવાજો ખોલીને અંદર જતાં જ ચોરીનો ભેદ ખૂલ્યો હતો.

પોલીસને જાણ કરવામાં આવતાં પાલડી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરની તપાસ કરતાં તસ્કરો સોનાના દાગીના, ચાંદીના દાગીના, રોકડ રકમ, ઘડિયાળ અને કીમતી ‌કિચેઈન સેટ સહિતની મતા લઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. હિતેશ શાહની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બારીની ગ્રીલ તોડી બંને શખ્સો ઘરમાં ઘૂસ્યા

પોલીસે ઘરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતાં સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો હતો. ફૂટેજમાં બે શખ્સો મકાન તરફ આવતા અને બારીની ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશતા દેખાયા હતા. બંને શખ્સોએ ઘરમાં પ્રવેશ કર્યા બાદ કીમતી ચીજવસ્તુઓ શોધી કાઢી હતી અને ચોરી કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. હવે પોલીસ માટે આ બંને શખ્સોની ઓળખ સૌથી મહત્ત્વની કડી બની છે.

એક મહિના સુધી બંધ મકાનની રેકી કરી હતી?

પોલીસની તપાસમાં હવે સૌથી મોટો સવાલ એ છે કે તસ્કરોને મકાનમાં મોટી મતા હોવાની જાણ કેવી રીતે થઈ? મકાન છેલ્લા એક મહિનાથી પરિવારના નિયમિત રહેઠાણ તરીકે ઉપયોગમાં નહોતું અને હિતેશ શાહ પણ પત્ની સાથે નં‌િદની હાઈટ્સમાં રહેતા હતા. આવી સ્થિતિમાં તસ્કરોએ મકાનની રેકી કરી હતી કે પછી તેમને કોઈ અંદરની માહિતી મળી હતી તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. હિતેશ શાહનાં બાળકો પણ વિદેશમાં રહે છે. પુત્રી તેના પતિ સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે, જ્યારે પુત્ર રવિ પત્ની સાથે અમેરિકામાં રહે છે. તેથી મકાનમાં પરિવારની અવરજવર ઓછી હોવાની માહિતી તસ્કરો સુધી કેવી રીતે પહોંચી તે પણ તપાસ માટે મહત્ત્વનો મુદ્દો બન્યો છે.

ચોરી પહેલાં રેકી કે તક જોઈને ત્રાટક્યા?

તસ્કરોએ માત્ર દરવાજાનું તાળું તોડવાના બદલે બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. આથી પોલીસે હવે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે. બંને શખ્સો કયા વાહનમાં આવ્યા હતા, ચોરી બાદ કઈ દિશામાં ગયા અને તેઓ અગાઉથી મકાનની આસપાસ ફરતા હતા કે નહીં તેની કડીઓ મેળવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ દોઢ વર્ષના માસૂમના ગળામાં ફસાઈ સેફ્ટી પિન, સુરત સિવિલના ડોક્ટરોએ વાઢકાપ વિના અન્નનળીમાંથી કાઢી પિન

એફએસએલની મદદથી તસ્કરો સુધી પહોંચવાની કવાયત

પાલડી પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવા એફએસએલની મદદ લીધી છે. તસ્કરો બારીની ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ્યા હોવાથી ત્યાંથી મળનારાં નિશાન તપાસ માટે મહત્ત્વનાં બની શકે છે, સાથે જ સીસીટીવીમાં કેદ થયેલા બંને શખ્સોના હાવભાવ, કપડાં અને તેમની અવરજવરના આધારે પોલીસ ઓળખ મેળવવાની દિશામાં આગળ વધી રહી છે. હાલ આ ચોરી માત્ર રર.૮૪ લાખની મતા ગુમાવવાનો મામલો નથી, પરંતુ બંધ મકાનને નિશાન બનાવનારા બે તસ્કરો સુધી પોલીસ કેવી રીતે પહોંચે છે તે પણ સસ્પેન્સ બની ગયું છે. સીસીટીવીમાં કેદ થયેલી બે શંકાસ્પદ વ્યક્તિઓ જ હવે આ સમગ્ર રહસ્યની સૌથી મોટી કડી બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Paldi house robbery Ahmedabad burglary Paldi theft,

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ