ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નાની ઉંમરના લોકોમાં કેમ વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સા? જેતપુરમાં 15 વર્ષના છોકરાને આવ્યો હુમલો

ગુજરાત / નાની ઉંમરના લોકોમાં કેમ વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સા? જેતપુરમાં 15 વર્ષના છોકરાને આવ્યો હુમલો

Published By: Nidhi Panchal

Last Updated: 02:33 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેતપુરમાં માત્ર 15 વર્ષની ઉંમરે એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થતા પરિવાર અને આસપાસના લોકોમાં શોક છવાયો છે. ટ્યુશનથી છૂટીને ઘરે જઈ રહેલા વિદ્યાર્થીની મોપેડનું પેટ્રોલ ખૂટી ગયું અને તે મોપેડને ધક્કો મારતો હતો, એ દરમિયાન અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો.

ADVERTISEMENT

જેતપુરમાં બનેલી આ ઘટના સાંભળીને કોઈને પણ વિશ્વાસ ન આવે તેવી છે. સામાન્ય રીતે 15 વર્ષની ઉંમરના બાળક માટે શાળા, ટ્યુશન અને મિત્રો સાથેનો સમય જીવનનો સૌથી સામાન્ય ભાગ હોય છે. પરંતુ જેતપુરમાં 10મા ધોરણમાં અભ્યાસ કરતા 15 વર્ષના પર્વ દિવ્યેશભાઈ મહાલીયા સાથે અચાનક એવી ઘટના બની કે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો.

heart-attack

ટ્યુશનથી છૂટીને પોતાના ઘરે જઈ રહ્યો

મળતી માહિતી પ્રમાણે પર્વ ટ્યુશનથી છૂટીને પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે સમયે તેની મોપેડમાં પેટ્રોલ ખૂટી ગયું હતું. પેટ્રોલ ખૂટી જતા પર્વ મોપેડને રસ્તા પર ધક્કો મારીને આગળ લઈ જઈ રહ્યો હતો. થોડું અંતર કાપ્યા બાદ અચાનક તેને હૃદયરોગનો હુમલો આવ્યો અને તે રસ્તા પર જ ઢળી પડ્યો.

સાથે રહેલા સાથી વિદ્યાર્થીઓ પણ ગભરાઈ ગયા

પર્વને રસ્તા પર પડેલો જોઈ તેની સાથે રહેલા સાથી વિદ્યાર્થીઓ પણ ગભરાઈ ગયા હતા. સમય બગાડ્યા વગર સાથી વિદ્યાર્થીઓ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે હોસ્પિટલમાં પહોંચાડ્યા બાદ પર્વનું મોત થયું હતું. માત્ર 15 વર્ષની ઉંમરના વિદ્યાર્થીના આકસ્મિક મોતથી પરિવારજનો તેમજ પર્વને ઓળખતા લોકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

heart-2

પર્વનું હૃદય પહેલાથી જ માત્ર 30 ટકા કામ કરતું

આ ઘટનામાં સૌથી મહત્વની વાત એ પણ સામે આવી છે કે પર્વનું હૃદય પહેલાથી જ માત્ર 30 ટકા કામ કરતું હતું. તેના હૃદયની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને શારીરિક શ્રમ કરવાની મનાઈ કરવામાં આવી હતી. આમ છતાં મોપેડમાં પેટ્રોલ ખૂટી જતા તેને મોપેડને ધક્કો મારવો પડ્યો હતો. આ દરમિયાન જ અચાનક તેને હૃદયરોગનો હુમલો આવ્યો અને સ્થિતિ ગંભીર બની ગઈ. પર્વના મોતના સમાચાર મળતા પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આસપાસના લોકો અને તેના મિત્રો માટે પણ આ ઘટના આઘાતજનક બની છે. રસ્તા પર સામાન્ય રીતે ઘરે પરત ફરી રહેલા પર્વ સાથે થોડા જ સમયમાં આવું બની જશે, તેની કોઈએ કલ્પના પણ કરી નહોતી.

નાની ઉંમરે હાર્ટ એટેક કેમ આવી શકે?

નાની ઉંમરે હાર્ટ એટેક આવવો સામાન્ય નથી, પરંતુ કેટલાક કારણોસર બાળકો અને યુવાનોમાં પણ હૃદય સંબંધિત ગંભીર સમસ્યા થઈ શકે છે. જન્મથી હૃદયની તકલીફ, હૃદયની પમ્પિંગ ક્ષમતા ઓછી હોવી, હૃદયની ધમનીઓમાં સમસ્યા, કેટલીક વાર હૃદયના ધબકારામાં ગડબડ, વધારે શારીરિક શ્રમ અથવા પહેલાથી રહેલી હૃદયની બીમારી જેવા કારણો જોખમ વધારી શકે છે. પર્વનું હૃદય પહેલાથી જ માત્ર 30 ટકા કામ કરતું હતું અને તેને શારીરિક શ્રમ કરવાની મનાઈ હતી, તેથી તેની સ્થિતિમાં ખાસ સાવચેતી જરૂરી હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન કેટલું તૈયાર થયું? અંદરનો નજારો જોઈ તમે પણ કહેશો વાહ!

હાર્ટ એટેક જેવા લક્ષણો દેખાય તો શું કરવું?

જો કોઈ વ્યક્તિને અચાનક છાતીમાં દુખાવો કે ભારેપણું, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર આવવા, વધારે પરસેવો થવો, બેભાન થવું અથવા અચાનક ખૂબ નબળાઈ લાગવા જેવી તકલીફ થાય તો તેને સામાન્ય ન ગણવી જોઈએ. આવી સ્થિતિમાં તરત જ 108 અથવા સ્થાનિક ઇમરજન્સી સેવાનો સંપર્ક કરવો અને વ્યક્તિને શક્ય તેટલી ઝડપથી હોસ્પિટલ પહોંચાડવી જોઈએ. જો વ્યક્તિ બેભાન થઈ જાય અને સામાન્ય રીતે શ્વાસ ન લેતી હોય, તો આસપાસના લોકોને તાત્કાલિક ઇમરજન્સી મદદ બોલાવી CPR શરૂ કરવી જોઈએ, જો તેમને તેની તાલીમ હોય. નજીકમાં AED ઉપલબ્ધ હોય તો તાલીમ મુજબ તેનો ઉપયોગ કરી શકાય છે. વ્યક્તિને પોતાની રીતે વાહન ચલાવીને હોસ્પિટલ લઈ જવાને બદલે ઇમરજન્સી મદદ લેવી વધુ યોગ્ય છે. ખાસ કરીને જે બાળકો કે યુવાનોને પહેલાથી હૃદયની બીમારી હોય અથવા હૃદયની પમ્પિંગ ક્ષમતા ઓછી હોય, તેમણે ડોક્ટરની સલાહ વગર ભારે કસરત કે શારીરિક મહેનત કરવી ન જોઈએ. આવા દર્દીઓ માટે કઈ પ્રવૃત્તિ સુરક્ષિત છે તે તેમના ડોક્ટર જ નક્કી કરી શકે છે.બની છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heart Attack Jetpur News Student

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ