ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરૂચમાં ગુમ થયેલા 14 વર્ષીય બાળકનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવતાં ચકચાર, શું બન્યું?

ક્રાઈમ / ભરૂચમાં ગુમ થયેલા 14 વર્ષીય બાળકનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવતાં ચકચાર, શું બન્યું?

Published By: Hiralal Parmar
Reported By: Gaurav Patel

Last Updated: 03:22 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચમાં છેલ્લા બે દિવસથી ગુમ એક બાળકની લાશ નર્મદા નદીમાંથી મળી આવતાં ચકચાર મચી હતી.

ADVERTISEMENT

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાંથી બે દિવસથી ગુમ થયેલા 14 વર્ષીય બાળક કાનવ ધીરેન શાહનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કાનવ ધોરણ-8માં અભ્યાસ કરતો હતો.કાનવ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી નિજધામ સોસાયટીમાંથી ગુમ થયો હતો. પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી હતી.

જૂના સરદાર બ્રિજ પરથી સાયકલ મળી આવી

નેશનલ હાઇવે-48 પર ઝાડેશ્વર ચોકડી નજીક આવેલા જૂના સરદાર બ્રિજ પરથી તેની સાયકલ મળી આવી હતી. સાયકલ મળતાં બાળક નર્મદા નદીમાં પડ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.આ આશંકાને પગલે ફાયર વિભાગની ટીમે સતત બે દિવસ સુધી નર્મદા નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સાથે જ સી ડિવિઝન પોલીસે નર્મદા મૈયા બ્રિજ સહિત આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજની તપાસ કરી હતી.

વધુ વાંચો : વાવ થરાદમાં પિતાએ દલાલ દ્વારા સગીર દીકરીનો સોદો કરી યુવક સાથે લગ્ન કરાવ્યા, જાણો આખો બનાવ

પરિવારજનો પર આભ તૂટી પડ્યું

હવે નર્મદા નદીમાંથી કાનવનો મૃતદેહ મળી આવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, માતા સાથે પ્રવાસે જવા બાબતે થયેલી રકઝક બાદ કાનવ ઘરેથી નીકળી ગયો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bharuch crime news bharuch news bharuch

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ