ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાવ થરાદમાં પિતાએ દલાલ દ્વારા સગીર દીકરીનો સોદો કરી યુવક સાથે લગ્ન કરાવ્યા, જાણો આખો બનાવ

ક્રાઈમ / વાવ થરાદમાં પિતાએ દલાલ દ્વારા સગીર દીકરીનો સોદો કરી યુવક સાથે લગ્ન કરાવ્યા, જાણો આખો બનાવ

Published By: Hiralal Parmar

Last Updated: 03:09 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાવ થરાદ જિલ્લામાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે જેમાં પિતાએ દલાલ દ્વારા તેની દીકરીનો સોદો કર્યો હતો.

ADVERTISEMENT

તાજેતરમાં વાવ પોલીસ દ્વારા મોરીખા ગામના યુવકની હત્યા મામલે ફરિયાદમાં વિસંગતતાઓ રખાઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે પાંચ દિવસ સુધી સમાજ અને પરિવારના લોકોએ ન્યાય માટે કલેકટર કચેરીએ ધરણાં કર્યા હતા હજુ એ મામલો શમ્યો નથી ત્યારે હવે ફરી થરાદ પોલીસની કામગીરી સામે પણ ખુદ ફરિયાદીએ સવાલો ઉઠ્યા છે. ફરિયાદીએ કહ્યું કે અમારા કહ્યા મુજબની ફરિયાદ નોંધવામાં આવી નથી. પોલીસે ઓનલાઈન કરેલી ફરિયાદમાં ઘણી હકીકતો છુપાવી દીધી છે. જે પ્રકારે દીકરીને પૈસા લઈ દલાલ અને પિતા દ્વારા લગ્ન કરાવી દેવામાં આવ્યા છે. દીકરીનો જે રકમમાં સોદો થયો તેની માહિતી પણ પોલીસ સમક્ષ આપવામાં આવી છે છતાં પોલીસે એ હકીકતો ફરિયાદમાં દર્શાવી નથી.

14 વર્ષની દીકરીને 19ની ગણાવીને લગ્ન કરાવાયા

14 વર્ષની દીકરીને 19 વર્ષની બતાવીને લગ્ન કરાયા હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે જોકે પોલીસે માત્ર પતિ અને પિતા સામે જ ગુનો નોંધ્યો હોવાના આક્ષેપો કરી જરૂરી હકીકતો પોલીસે જાણી જોઈને છુપાવી આરોપીઓને બચાવવાના ક્યાંક ને ક્યાંક પ્રયાસો થતા હોય તેવા આક્ષેપો ફરિયાદીએ કર્યા છે. ફરિયાદીએ દીકરી સાથે ક્યાંક શારીરિક સંબંધ બંધાયા હોવાની શક્યતોઓ વ્યક્ત કરી છે. પરંતુ ક્યાંક પોલીસને જે કામગીરી કરવાની હોય તે જરૂરી પ્રક્રિયા મુજબ ન થતા હવે સમગ્ર મામલે ફરિયાદીએ કોર્ટના દ્વાર ખખડાવાની ચીમકી આપી છે.

વધુ વાંચો : VIDEO : શ્વાન હોસ્પિટલમાંથી 4 લાખના દાગીના ભરેલો થેલો લઈને ભાગી નીકળ્યો, જુઓ વીડિયો

પોલીસે શરુ કરી તપાસ

ફરિયાદીના આક્ષેપો બાદ ડીવાયએસપીએ પણ સમગ્ર મામલામાં આગામી તપાસમાં જરૂર જણાશે તો વધુ કલમ ઉમેરવા માટેની વાત. કરી છે એટલે ક્યાંક સમગ્ર ફરિયાદમાં પોલીસ દ્વારા જેવી જરૂરી છે તે મુજબની તપાસ કરવામાં ઢીલાશ રખાઈ હોવાની શંકાઓ ઉપજી રહી છે. પરંતુ ફરિયાદીના આક્ષેપો મુજબની ફરિયાદ કેમ ન નોંધાઈ તે બાબતે ડીવાયએસપીએ પણ કોઈ જ જવાબ આપ્યો ન હતો. માત્ર ડીવાયએસપીએ કહ્યું હાલમાં બે લોકો સામે ગુનો નોધી પોલીસ તપાસ ચલાવી રહી છે. અને ઊંડાણપૂર્વકની તપાસ થશે તેવી ખાતરી આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vav tharad news Vav tharad Gujarat Breaking News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ