ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખાંડ 40% મોંઘી થઈ છતાં અમદાવાદમાં રક્ષાબંધન સુધી મીઠાઇના ભાવ નહીં વધે

અમદાવાદ / ખાંડ 40% મોંઘી થઈ છતાં અમદાવાદમાં રક્ષાબંધન સુધી મીઠાઇના ભાવ નહીં વધે

Published By: Vishal Khamar

Last Updated: 02:49 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાંડના ભાવમાં 40% સુધીનો વધારો છતાં અમદાવાદના મીઠાઈ વેપારીઓએ રક્ષાબંધન સુધી ભાવ યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. તહેવાર બાદ કિલોએ ₹30થી ₹40 સુધી ભાવવધારો શક્ય.

ADVERTISEMENT

અમદાવાદમાં રક્ષાબંધનના તહેવાર પહેલાં મીઠાઈ ખરીદતી બહેનો અને અન્ય ગ્રાહકો માટે રાહતના સમાચાર છે. ખાંડના ભાવમાં આશરે ૪૦ ટકાનો વધારો થતાં મીઠાઈ બનાવવાનો ખર્ચ પ્રતિ કિલોએ રૂ.૩૦થી રૂ.૩૫ સુધી વધી ગયો હોવા ઉપરાંત અમદાવાદના મીઠાઈ-ફરસાણ વેપારીઓએ રક્ષાબંધન સુધી ભાવ ન વધારવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. તહેવાર બાદ કાચા માલના વધેલા ખર્ચને પગલે મીઠાઈના ભાવમાં કિલોએ રૂ.૩૦થી રૂ.૪૦ સુધીનો વધારો થવાની શક્યતા છે.

રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી શહેરના મીઠાઈ વેપારીઓએ ગ્રાહકોને તહેવાર દરમિયાન વધેલા ભાવનો વધારાનો બોજ ન પડે તે માટે હાલના ભાવ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને રક્ષાબંધન દરમિયાન મીઠાઈની માગમાં મોટો વધારો થતો હોવાથી ભાવવધારો કરવામાં આવે તો તેની સીધી અસર ગ્રાહકોનાં બજેટ પર પડી શકે છે.

આ પણ વાંચોઃ પાલડીના બંધ મકાનને કર્યું ટાર્ગેટ, બારીની ગ્રીલ તોડી ઘરમાં ઘૂસ્યા, ચોરોએ 22.84 લાખની ઉઠાંતરી કરી

મીઠાઈનાં ઉત્પાદન માટે ખાંડ અને દૂધ એ મુખ્ય કાચા માલ છે. તેમાં ખાંડના ભાવમાં થયેલા વધારાની સીધી અસર મીઠાઈનાં ઉત્પાદન ખર્ચ પર પડી છે. વેપારીઓના જણાવ્યા મુજબ હાલમાં જ ખાંડના ભાવ વધવાથી પ્રતિ કિલો મીઠાઈના કોસ્ટિંગમાં અંદાજે રૂ.૩૦થી રૂ.૩૫નો વધારો થયો છે. હાલ ભાવવધારો અટકાવવાથી વધેલો ઉત્પાદન ખર્ચ તેઓ સહન કરી રહ્યા છે. જોકે રક્ષાબંધન બાદ પણ ખાંડના ઊંચા ભાવ યથાવત્ રહે તો મીઠાઈના ભાવમાં વધારો કરવો પડી શકે છે. જેના કારણે વિવિધ પ્રકારની મીઠાઈના ભાવમાં કિલોએ રૂ.૩૦થી રૂ.૪૦ સુધીનો વધારો થવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sugar price hike Raksha Bandhan sweets Ahmedabad sweets

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ