ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્વાઈન ફ્લૂના વધતા ખતરા વચ્ચે સિવિલ હોસ્પિટલમાં ‘ફુલપ્રૂફ’ પ્લાન તૈયાર, ટેસ્ટિંગ કિટનો સ્ટોક મંગાવાયો

ગુજરાત / સ્વાઈન ફ્લૂના વધતા ખતરા વચ્ચે સિવિલ હોસ્પિટલમાં ‘ફુલપ્રૂફ’ પ્લાન તૈયાર, ટેસ્ટિંગ કિટનો સ્ટોક મંગાવાયો

Published By: Nidhi Panchal

Last Updated: 02:55 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસા બાદ સ્વાઈન ફ્લૂના સંભવિત કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આગોતરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દર્દીઓની સંખ્યા વધે તો ઝડપી ટેસ્ટિંગ અને સારવાર મળી રહે તે માટે ICU, વેન્ટિલેટર અને ટેસ્ટિંગ કિટ્સની વ્યવસ્થા તૈયાર રાખવામાં આવી છે

ADVERTISEMENT

અમદાવાદમાં ચોમાસા બાદ સ્વાઈન ફ્લૂ (H1N1)ની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલતંત્રએ આગોતરી તૈયારીઓ શરૂ કરી છે. સંભવિત દર્દીઓની સંખ્યા વધે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વોર્ડ અને આઈસીયુને જરૂરી સાધનો સાથે તૈયાર રાખવામાં આવ્યાં છે. ગંભીર દર્દીઓ માટે વેન્ટિલેટર અને મોનિટર સહિતનાં જીવનરક્ષક સાધનો ઉપલબ્ધ રાખવામાં આવ્યાં છે.

swine flu (3)

સિવિલના મેડિસિન, બાળરોગ અને માઇક્રોબાયોલોજી વિભાગના તબીબો વચ્ચે બેઠક યોજી H1N1ના સંભવિત કેસોની તપાસ અને સારવાર અંગેની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. શંકાસ્પદ દર્દીઓની ઝડપથી તપાસ થઈ શકે તે માટે લગભગ ૧૦૦૦ જેટલી લેબોરેટરી ટેસ્ટિંગ કિટ્સનો જથ્થો મંગાવવામાં આવ્યો છે. જરૂરિયાત વધે તો ટેસ્ટિંગની કામગીરી ઝડપથી કરી શકાય તેવી વ્યવસ્થા પણ તૈયાર રાખવામાં આવી છે.

સંબંધિત વિભાગોને પણ એલર્ટ રાખવામાં આવ્યા

દર્દીઓની સ્થિતિ ગંભીર બને ત્યારે સારવારમાં વિલંબ ન થાય તે માટે સંબંધિત વિભાગોને પણ એલર્ટ રાખવામાં આવ્યા છે. દર્દીઓની સારવાર સાથે આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. H1N1ના સંભવિત દર્દીઓની સારવાર અને સંચાલન અંગે તબીબો તથા પેરામેડિકલ સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આરોગ્ય કર્મચારીઓ માટે જરૂરી રસીકરણની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

સૂત્રો અનુસાર સાધન તેમજ સ્ટાફની સુરક્ષા

સિવિલ હોસ્પિટલતંત્રનાં સૂત્રો અનુસાર સાધન તેમજ સ્ટાફની સુરક્ષા અંગે આગોતરી તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. સંબંધિત વિભાગો વચ્ચે સંકલન જાળવીને દર્દીઓની તપાસ, સારવાર, આઈસીયુ, ટેસ્ટિંગ અને સ્ટાફની સુરક્ષા અંગે વ્યવસ્થા કરવામાં આવી છે. ટેસ્ટિંગ કિટ્સનો જથ્થો પણ મંગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : રક્ષાબંધન પર ભદ્રા નહીં, ગ્રહણનો પણ ડર નહીં! જાણો રાખડી બાંધવાનો સૌથી શુભ સમય

ચોમાસા દરમિયાન વાઈરલ અને શ્વાસ સંબંધી બીમારીઓના કેસોમાં વધારો થવાની શક્યતાના પગલે અમદાવાદ સિવિલમાં H1N1 સામેની તૈયારીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. હાલની તૈયારીઓનો મુખ્ય હેતુ કેસ વધે ત્યારે દર્દીની ઓળખ, ટેસ્ટિંગ, આઇસીયુ સારવાર અને જરૂરી સાધનો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાનો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Swine Flu Civil Hospital H1N1

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ