ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ‘શેરબજારમાં ડબલ પૈસા’ની લાલચ આપી ₹40 કરોડની ઠગાઈ, સુરત સાયબર ક્રાઈમે ઠગ ટોળકી પકડી

ધરપકડ / ‘શેરબજારમાં ડબલ પૈસા’ની લાલચ આપી ₹40 કરોડની ઠગાઈ, સુરત સાયબર ક્રાઈમે ઠગ ટોળકી પકડી

Published By: Vishal Khamar
Reported By: Nirmal Patel

Last Updated: 03:16 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં શેરબજારમાં રોકાણ કરી વધુ નફો કમાવવાની લાલચ આપી લોકોને છેંતરતી ગેંગને સુરત સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ લોકોને બોગસ લિંક મોકલી રોકાણના નામે કરોડો રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ADVERTISEMENT

સુરત સાયબર ક્રાઈમ પોલીસને શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી કરતી ગેંગ સામે મોટી સફળતા મળી છે. પોલીસે મહારાષ્ટ્રના પરભણીથી ઉદ્ધવ ગોંધલી અને ગોપેન્દ્ર શિંદે નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામનો ઉપયોગ કરી લોકોને શેરબજારમાં રોકાણના નામે બોગસ લિંક્સ મોકલતા હતા.

રૂપિયા 3.58 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી

ફરિયાદીને આ લિંક મારફતે રોકાણ કરાવ્યું અને અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા 3.58 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી.શરૂઆતમાં એપ્લિકેશન અથવા ઓનલાઈન પ્લેટફોર્મ પર રોકાણની રકમ સામે મોટો નફો દેખાડવામાં આવતો હતો. પરંતુ જ્યારે ફરિયાદી પોતાનો નફો અથવા મૂળ રકમ વિડ્રો કરવાનો પ્રયાસ કરતો ત્યારે રૂપિયા ઉપાડવા દેવામાં આવતા નહોતા. આ રીતે વિશ્વાસમાં લઈ ઓનલાઈન ફ્રોડ આચરવામાં આવતો હતો.

શું હતી આરોપીઓની મોડેસ ઓપરેન્ડી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા બંને આરોપીઓ બોગસ ફર્મના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. આ એકાઉન્ટનો ઉપયોગ ગેંગ દ્વારા થતો અને તેના બદલામાં આરોપીઓ કમિશન મેળવી બેંક એકાઉન્ટ ગેંગને પૂરા પાડતા હતા. બેંક એકાઉન્ટમાં રૂપિયા 1.47 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે.

દેશભરમાં રૂપિયા 40.48 કરોડ થી વધુની ઓનલાઈન છેતરપિંડી

એટલું જ નહીં, સાયબર ક્રાઈમના નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ એટલે કે NCCRP પર તપાસ કરતા આ એકાઉન્ટ સામે અલગ-અલગ રાજ્યોમાં કુલ 13 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. પોલીસની તપાસ જેમ જેમ આગળ વધી તેમ સમગ્ર નેટવર્કની છેતરપિંડીનો આંકડો પણ સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ ગેંગ દ્વારા દેશભરમાં રૂપિયા 40.48 કરોડ થી વધુની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સુરત સાયબર ક્રાઈમે સમગ્ર મામલે BNS અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે, જ્યારે ગેંગના અન્ય મુખ્ય અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ખાંડ 40% મોંઘી થઈ છતાં અમદાવાદમાં રક્ષાબંધન સુધી મીઠાઇના ભાવ નહીં વધે

બોગસ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમથી સાવધાન

શેરબજારમાં ઝડપી અને મોટો નફો કમાવવાની લાલચ આપતી આવી બોગસ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમથી સાવધાન રહેવાની જરૂર છે. સોશિયલ મીડિયા પર મળતી કોઈપણ અજાણી લિંક કે એપ્લિકેશન મારફતે રોકાણ કરતા પહેલા તેની ખરાઈ કરવી અત્યંત જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Cyber Crime stock market investment fraud investment scam

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ