ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નાના સમઢિયાળામાં સિંહનું રેસ્ક્યૂ, વન વિભાગે કુવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો
Last Updated: 04:00 PM, 26 August 2026
ADVERTISEMENT
અમરેલી: ગીર પૂર્વ વન વિભાગ હેઠળની જસાધાર રેન્જના નાના સમઢિયાળા ગામે કૂવામાં સિંહ ખાબકતાં વન વિભાગમાં દોડધામ મચી હતી. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ADVERTISEMENT
અંદાજે 2થી 3 વર્ષનો સિંહ કૂવામાં પડી ગયો
મળતી માહિતી મુજબ, અંદાજે 2થી 3 વર્ષનો સિંહ કૂવામાં પડી ગયો હતો. સિંહ કૂવામાં પડ્યાની જાણ થતાં જ જસાધાર અને તુલસીશ્યામ રેન્જનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ગામલોકોની મદદ સાથે વન વિભાગની ટીમે સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
ADVERTISEMENT
ટીમે સફળતાપૂર્વક સિંહને કૂવામાંથી સુરક્ષિત બહાર કાઢ્યો
ADVERTISEMENT
રેસ્ક્યૂ દરમિયાન સિંહને કોઈ નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. ટીમે સફળતાપૂર્વક સિંહને કૂવામાંથી સુરક્ષિત બહાર કાઢ્યો હતો.
જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો
ADVERTISEMENT
રેસ્ક્યૂ બાદ સિંહને વધુ તપાસ અને જરૂરી સારવાર માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. અહીં વન વિભાગના નિષ્ણાતો દ્વારા સિંહની તબિયતની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ‘શેરબજારમાં ડબલ પૈસા’ની લાલચ આપી ₹40 કરોડની ઠગાઈ, સુરત સાયબર ક્રાઈમે ઠગ ટોળકી પકડી
ADVERTISEMENT
સિંહની હાલત પર સતત નજર રાખવામાં આવી રહી છે
વન વિભાગ દ્વારા સિંહની હાલત પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તપાસ બાદ સિંહને જંગલમાં છોડવા અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.