ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / આ દિવસે ખુલશે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે, ફક્ત 4 કલાકમાં મુંબઈ પહોંચી જવાશે

મોટા સમાચાર / આ દિવસે ખુલશે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે, ફક્ત 4 કલાકમાં મુંબઈ પહોંચી જવાશે

Published By: Hiralal Parmar
Reported By: Manu Chavda

Last Updated: 04:43 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાથી મુંબઈ જતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર છે. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે ટૂંક સમયમાં ખુલનાર છે.

ADVERTISEMENT

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના પ્રથમ તબક્કા પહેલા સારા સમાચાર આવ્યાં છે. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે 31 ઓગસ્ટથી ખુલી શકે છે. આ માર્ગ ખુલવાને કારણે મુંબઈ ફક્ત 4 કલાકમાં જ પહોંચી જવાશે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ શું કહ્યું?

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, રાજ્યનો સમગ્ર હિસ્સો 31 ઓગસ્ટ, 2026 સુધીમાં ટ્રાફિક માટે ખોલવાની યોજના છે. 157 કિલોમીટરનો મુંબઈ-વડોદરા સેક્શન આશરે રૂ. 24,000 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. ફડણવીસે જણાવ્યું કે આ ભાગ પર સાતમાંથી પાંચ કન્સ્ટ્રક્શન પેકેજ પૂર્ણ થઈ ગયા છે અને ટ્રાફિક માટે તૈયાર છે.

માત્ર ચાર કલાકમાં અંતર કાપી શકાશે

આ એક્સપ્રેસ વે શરૂ થતા વડોદરાથી મુંબઈનું 403 કિલોમીટરનું અંતર હવે માત્ર 4 કલાકમાં કપાશે.અત્યાર સુધી વડોદરાથી મુંબઈ જવા માટે 8 કલાક જેટલો સમય લાગતો હતો.હવે એક્સપ્રેસ વે શરૂ થતા આ સમય અડધો થઈ જશે.મુસાફરીનો સમય બચશે એટલું જ નહીં પેટ્રોલ-ડીઝલમાં પણ મોટી બચત થશે. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે દેશના સૌથી લાંબા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો એક ભાગ છે.

વધુ વાંચો : 'તમારા ભાઈ કે બહેને રક્ષાબંધનની ગિફ્ટ મોકલી છે' આવા મેસેજ આવે તો ચેતજો નહીંતર બેન્ક એકાઉન્ટ ખાલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે

1400 કિલોમીટર લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.આ એક્સપ્રેસ વે પાંચ રાજ્યોને જોડશે.મળતી માહિતી મુજબ 14000 કરોડના ખર્ચે તૈયાર થયેલો વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે 31મી ઓગસ્ટથી શરૂ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

vadodara expressway vadodara mumbai expressway

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ