ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / વિશ્વ / નેપાળ પૂર: કૈલાશ માનસરોવર જઈ રહેલ 105 ભારતીય સહીત 400 વિદેશી ટૂરિસ્ટ લાપતા! 15 હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Last Updated: 05:32 PM, 26 August 2026
ADVERTISEMENT
નેપાળના રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા પૂરથી મોટી તબાહી મચી ગઈ છે. આ કુદરતી આફતમાં 105 ભારતીય પ્રવાસીઓ સહિત 400થી વધુ વિદેશી પ્રવાસીઓ અને ટ્રેકર્સ ગુમ થયા છે. હાલ સુધી 16 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. નેપાળ પર્યટન બોર્ડ અનુસાર સવારે આશરે 8:30 વાગ્યે નદીનું પાણી અચાનક વધી ગયું અને કિનારે ઊભેલા પ્રવાસીઓ તેની ઝપેટમાં આવી ગયા હતા.
ADVERTISEMENT
નેપાળમાં પૂરની સ્થિતિએ હાલાકી સર્જી છે, જોતજોતાામં નદી પર બનેલો પુલ અને નદી કાંઠે આવેલાં ઘર તણાઈ ગયાં#Nepal #Flood #NepalFlood #ViralVideo #HeavyRain #NaturalDisaster #VTVDigital pic.twitter.com/nA1H9Syiyr
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 26, 2026
ગુમ થયેલા વિદેશી પ્રવાસીઓમાં ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ્સ, અમેરિકા, મલેશિયા, બ્રિટન અને દક્ષિણ આફ્રિકાના નાગરિકો પણ સામેલ છે. કેટલાક બીજા વિદેશીઓની રાષ્ટ્રીયતા હજુ કંફર્મ થવાનું બાકી છે. જેથી ભારતીયોની સંખ્યા વધવાની શક્યતા છે.
ADVERTISEMENT
નેપાળના બાગમતી વિસ્તારમાં આવેલા પૂરને કારણે હાઈડ્રોપાવર પ્રોજેક્ટને નુકસાન થયું છે.#Bagmati #Nepal #Flood #HydropowerProject #FloodDamage #NaturalDisaster #VTVDigital pic.twitter.com/RRioIDjQA1
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 26, 2026
ટ્રાવેલ એજન્સીઓના પ્રારંભિક આંકડા મુજબ સમ્રાટ ટૂર એન્ડ ટ્રાવેલ્સના 71, લીફ હોલિડેના 55, ટ્રેકર્સ સોસાયટીના 92અને હિમાલયન ગ્લેશિયરના ૫૨ પ્રવાસીઓનો કોઈ પત્તો મળ્યો નથી. 90થી વધુ નેપાળી નાગરિકો અને 33 સુરક્ષા કર્મીઓ પણ ગમ છે.
ADVERTISEMENT
નેપાળમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.#Nepal #Flood #NepalFlood #ViralVideo #HeavyRain #NaturalDisaster #VTVDigital pic.twitter.com/cq46WsRN2B
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 26, 2026
નેપાળ સેના, સ્પેશિયલ ઓપરેશન્સ ટીમ અને મેડિકલ ટીમ મોટા પાયે બચાવ કાર્યમાં જોડાઈ છે. સૌથી વધુ અસરગ્રસ્ત બુસી અને તુસુ વિસ્તારમાંથી હાલ સુધી 20 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રાહત કાર્યો માટે 15 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. જેમાંથી સાત નેપાળી સેનાના અને બાકીના સશસ્ત્ર પોલીસ તથા ખાનગી ઓપરેટર્સના છે.
ADVERTISEMENT
This is seriously scary. CCTV footage from Gyirong Port in Tibet, China, directly opposite Nepal’s Rasuwa district. This flash flood hit here first and later caused massive havoc in Nepal. Can’t even imagine someone surviving this. Prayers for everyone affected. 🙏 https://t.co/o805P8KGSu pic.twitter.com/31QzZ64aBD
— Nikhil saini (@iNikhilsaini) August 26, 2026
આ સિવાય રેસ્ક્યુ માટે મચ્છી ટ્રેનિંગ કેમ્પમાં વિશેષ મેડિકલ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે અને કાઠમંડુથી વધારાની સેના તથા મેડિકલ ટીમો મોકલવામાં આવી છે. જે અંગે નેપાળ સેનાએ જણાવ્યું છે કે, હાલમાં ભારત પાસેથી કોઈ મદદની માંગ કરવામાં આવી નથી.
ADVERTISEMENT
નેપાળ પર્યટન બોર્ડ, ટુરિસ્ટ પોલીસ, સ્થાનિક વહીવટ અને સુરક્ષા એજન્સીઓ સાથે મળીને મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. જેમાં ગુમ પ્રવાસીઓની વિગતો ભેગી કરવા અને તેમના સ્થાનની જાણકારી મેળવવા પ્રયાસો ચાલુ છે.જેમાં દૂરના વિસ્તારોમાંથી માહિતી મેળવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ સતત ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ