ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં 15 લોકોના ટોળાએ ઘેરીને એક જ પરિવારના ત્રણ સભ્યોને જીવલેણ માર માર્યો, 5 ગંભીર
Last Updated: 05:38 PM, 26 August 2026
ADVERTISEMENT
વડોદરાના રૂપમ સિનેમા પાસે ભાંટવાડા વિસ્તારમાં જૂની અદાવતમાં હિંસક મારામારી થઈ હતી. ડીજેના વાયર નીકળી જવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થઈ હતી.
ADVERTISEMENT
એક જ પરિવારના ત્રણ સભ્યોને ઘાતકી રીતે ફટકાર્યા
10 થી 15 લોકોના ટોળાએ ઘેરીને એક જ પરિવારના ત્રણ સભ્યોને ઘાતકી રીતે ફટકાર્યા હતા. આ ઘટનામાં પરિવારના 4 થી 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા.
ADVERTISEMENT
થોડા મહિના અગાઉ પણ પણ હુમલો
આ જ પરિવાર પર થોડા મહિના અગાઉ પણ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. અગાઉ થયેલી મારામારીના સનસનાટીભર્યા CCTV ફૂટેજ પણ જાહેર થયા છે.
ADVERTISEMENT
શખ્સને જાનથી મારી નાખવાની ધમકી
ADVERTISEMENT
આ દરમિયાન વડોદરાના સમા વિસ્તારમાં એક શખ્સને ₹4 લાખની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. છાણી ગુરુદ્વારા પાસે રહેતા બલજીતસિંઘ હલોન નામના શખસે મકાનના સોદા બાદ વધુ નાણાં મેળવવા ફરિયાદી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.