ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સગીરા સાથે દુષ્કર્મ, વીડિયો બનાવીને લગ્ન ન કર્યાં, વીડિયો વાયરલ કરીને બીજે ઠેકાણેથી સગાઈ તોડાવી
Last Updated: 05:22 PM, 26 August 2026
ADVERTISEMENT
સોશિયલ મીડિયાથી શરૂ થયેલો પ્રેમસંબંધ હવે સગીરા માટે મુશ્કેલીનું કારણ બન્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો અમદાવાદના નરોડામાં સામે આવ્યો છે.. લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને સગીરાનો વીડિયો બનાવ્યો હતો પરંતુ આરોપીએ લગ્ન નહીં કર્યા અને જ્યારે સગીરાની અન્ય યુવક સાથે સગાઈ થઈ, ત્યારે એ જ વીડિયો વાયરલ કરી સગાઈ તોડાવી દીધી હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે નરોડા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
આરોપીની ધરપકડ
નરોડા પોલીસે આરોપી જયદીપ રબારીની દુષ્કર્મ અને પોકસોના ગુનામાં નરોડા પોલીસે ધરપકડ કરી છે. નરોડામાં રહેતી એક સગીરાનો સોશિયલ મીડિયા મારફતે આરોપી જયદીપ રબારી સાથે સંપર્ક થયો હતો. બંને વચ્ચે વાતચીત વધતા પ્રેમસંબંધ બંધાયો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે.
ADVERTISEMENT
નાના ચિલોડાની હોટલમાં બાંધ્યો શારીરિક સંબંધ
આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી હતી અને ત્યારબાદ તેને નાના ચિલોડા વિસ્તારમાં આવેલી હોટલમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.આ દરમિયાન સગીરાનો વીડિયો પણ આરોપીએ બનાવ્યો હતો. સગીરાએ લગ્નની વાત પ્રેમી જયદીપને કરતા તેને લગ્નનો ઇનકાર કર્યો હતો જેથી સગીરાએ અન્ય યુવક સાથે સગાઈ કરી હતી પરંતું આરોપીએ સગીરાનો વીડિયો વાયરલ કર્યો અને તેના કારણે સગીરાની સગાઈ તૂટી ગઈ.
ADVERTISEMENT
સ્નેપ ચેટ પરથી પ્રેમમાં પડ્યાં
ADVERTISEMENT
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જયદીપ રબારી નરોડનો રહેવાસી છે અને ડ્રાઇવિંગ સાથે જોડાયેલો છે.. 8 મહિના પહેલા સ્નેપ ચેટ પર આરોપી જયદીપએ સગીરાને મેસેજ કર્યો હતો..અને બંન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી ત્યાર બાદ પ્રેમસંબંધના નામે સગીરાનું શોષણ શરૂ કર્યું હતું.. પરિવારે સગીરા પાસેથી સમગ્ર હકીકત જાણી અને ત્યારબાદ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી..ફરિયાદના આધારે પોલીસે આરોપી જયદીપ રબારી સામે POCSO એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.