ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / નેપાળ પૂર: ભારતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર! PM મોદીએ નેપાળના PM સાથે વાત કરી, ભારત મદદ માટે તૈયાર
Last Updated: 06:14 PM, 26 August 2026
ADVERTISEMENT
નેપાળમાં બુધવારે આવેલ ભયાનક પૂરના કારણે મોટા પાયે તબાહી સર્જાઈ છે. આ હોનારતમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 33 સુરક્ષાકર્મીઓ લાપતા હોવાના સમાચાર મળ્યા છે. સંકટની આ ઘડીમાં ભારતે પોતાના પાડોશી દેશ તરફ મદદનો હાથ લંબાવ્યો છે અને રાહત સામગ્રીનો મોટો જથ્થો મોકલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
PM મોદીએ નેપાળના PM બલેન્દ્ર શાહ સાથે વાત કરી કહ્યું, મુશ્કેલીના સમયમાં ભારત નેપાળના લોકો સાથે ઊભું છે રાહત અને બચાવ કામગીરી માટે ભારત શક્ય તમામ માનવતાવાદી મદદ કરશે#NepalFloods #PMModi #IndiaNepal #Floods #HumanitarianAid #WorldNews #VTVDigital pic.twitter.com/ikQqlWWqT7
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 26, 2026
ADVERTISEMENT
નેપાળમાં પૂરથી અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને તાત્કાલિક મદદ પૂરી પાડવા અને જરૂરી માહિતી આપવા માટે કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે 24x7 કાર્યરત રહે તેવા ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે:
ADVERTISEMENT
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની માહિતી શેર કરતાં જણાવ્યું કે, પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાતમંદ ભારતીયોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે.
નેપાળમાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર#NepalFlood #IndianEmbassy #IndianCitizens #Nepal #Helpline #FlashFlood #VTVDigital pic.twitter.com/sLIfGn1ypF
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 26, 2026
ADVERTISEMENT
પૂરના કારણે થયેલી જાનમાલની ખુવારી પર દુઃખ વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન શાહ સાથે ટેલિફોન પર સંવાદ સાધ્યો હતો. પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, નેપાળના વડાપ્રધાન બાલેન શાહ સાથે વાત કરીને પૂરથી થયેલા નુકસાન અંગે દિલસોજી પાઠવી છે. આ મુશ્કેલ સમયમાં ભારત નેપાળના પોતાના ભાઈ-બહેનો સાથે મજબૂતીથી ઊભું છે અને દરેક સંભવ માનવતાવાદી સહાય પૂરી પાડવા કટિબદ્ધ છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ VIDEO : શ્વાન હોસ્પિટલમાંથી 4 લાખના દાગીના ભરેલો થેલો લઈને ભાગી નીકળ્યો, જુઓ વીડિયો
ADVERTISEMENT
ટોચના સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી દિલ્હી દ્વારા નેપાળ માટે વિશેષ રાહત સામગ્રીનું પેકેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ભારતીય અને નેપાળી સત્તાવાળાઓ તેમજ રેસ્ક્યુ ટીમો વચ્ચે સતત સંકલન જાળવવામાં આવી રહ્યું છે. નેપાળ સરકાર દ્વારા ઔપચારિક વિનંતી મળતાં જ અથવા સ્થિતિની જરૂરિયાત મુજબ રાહત સામગ્રીનો જથ્થો તાત્કાલિક રવાના કરવામાં આવશે. ભારત સીમાવર્તી વિસ્તારો અને નેપાળની ગ્રાઉન્ડ સ્થિતિ પર અત્યંત બારીકાઈથી નજર રાખી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ