ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કૈલાસ-માનસરોવર યાત્રાએ ગયેલા તમામ 43 કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત, ફ્રેન્ડશિપ બ્રિજ પાર કરતાં જ આવ્યું પૂર
Last Updated: 09:14 PM, 26 August 2026
ADVERTISEMENT
નેપાળમાં મહાવિનાશક પૂર આવ્યું છે. કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા ઘણા યાત્રાળુઓ ફસાયા હતા. ગુજરાતમાંથી પણ કેટલાક લોકો યાત્રાએ ગયા હતા જોકે તેમાં સલામત હોવાનું જણાવાઈ રહ્યું છે. કૈલાસ-માનસરોવર યાત્રાએ ગયેલા તમામ 43 કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત છે.
ADVERTISEMENT
ચીન સરહદે નેપાળના રસુવામાં ફ્લેશ ફ્લડ, બજાર અને રહેણાંક વિસ્તારોમાં તબાહી
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 26, 2026
ચીનની સરહદને અડીને આવેલા નેપાળના રસુવા જિલ્લામાં ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ છે. ધસમસતા પૂરના પાણી બજાર અને રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતા અનેક સ્થળોએ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. પૂરનાં પાણીના કારણે… pic.twitter.com/mqjLCP80KB
ફ્રેન્ડશિપ બ્રિજ પસાર કર્યો પછી આવ્યું પૂર
ADVERTISEMENT
યાત્રાળુઓએ મંગળવારે સાંજે નેપાળ-ચીનનો ફ્રેન્ડશિપ બ્રિજ પાર કર્યો હતો. બ્રિજ પાર કર્યાના આશરે 8 કલાક બાદ વિસ્તારમાં અચાનક વિનાશક પૂર આવ્યું હતું. પૂરના પાણીમાં ફ્રેન્ડશિપ બ્રિજ તણાઈ ગયો હોવાના અહેવાલ છે. યાત્રાળુઓ નિર્ધારિત સમયપત્રક મુજબ આગળ વધી રહ્યા હોવાની માહિતી છે. કુદરતી આફત વચ્ચે કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત હોવાના સમાચારથી પરિવારજનોમાં રાહત વ્યાપી છે.
ADVERTISEMENT
નેપાળ-તિબેટ બોર્ડર પર પૂર, 95 લોકોના મોત
નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરથી નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ. પૂરમાં અત્યાર સુધી 95 લોકોના મોતની ખબર છે. સવારે 9 વાગ્યે ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો તેજ પ્રવાહ આવ્યો જેમાં ઘણા વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.