ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Raksha Bandhan 2026: 28 ઓગસ્ટે ભદ્રા-રાહુકાળ-ચંદ્રગ્રહણનો સંયોગ! જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / Raksha Bandhan 2026: 28 ઓગસ્ટે ભદ્રા-રાહુકાળ-ચંદ્રગ્રહણનો સંયોગ! જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

Last Updated: 08:01 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્ષ 2026માં રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટ, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ચંદ્રગ્રહણ અને રાહુકાળનો સંયોગ બની રહ્યો હોવાથી રાખડી બાંધવાના મુહૂર્તને લઈને શ્રદ્ધાળુઓમાં અસમંજસની સ્થિતિ છે.

1/6

photoStories-logo

1. Raksha Bandhan 2026: 28 ઓગસ્ટે ભદ્રા-રાહુકાળ-ચંદ્રગ્રહણનો સંયોગ! જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને સ્નેહનો પ્રતીક સમાન રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે 28 ઓગસ્ટ 2026, શુક્રવારના રોજ ઉજવાશે. જોકે, આ વખતે રક્ષાબંધનના દિવસે જ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ અને રાહુકાળ આવી રહ્યો હોવાથી યોગ્ય સમય નક્કી કરવો અત્યંત મહત્વપૂર્ણ બની રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. તિથિ અને ભદ્રાની સ્થિતિ

પંચાંગ અનુસાર, શ્રાવણ પૂર્ણિમા તિથિ 27 ઓગસ્ટના રોજ સવારે 9:08 વાગ્યે શરૂ થશે અને 28 ઓગસ્ટના રોજ સવારે 9:48 વાગ્યે પૂર્ણ થશે. ઉદયા તિથિના આધારે રક્ષાબંધન 28 ઓગસ્ટે જ ઉજવાશે. શાસ્ત્રોમાં ભદ્રા કાળ દરમિયાન રાખડી બાંધવી વર્જિત માનવામાં આવે છે. પરંતુ આ વખતે બહેનો માટે રાહતના સમાચાર એ છે કે 28 ઓગસ્ટે ભદ્રા સૂર્યોદય પહેલાં જ સમાપ્ત થઈ જશે, તેથી રાખડી બાંધવામાં ભદ્રાનો કોઈ વિઘ્ન રહેશે નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ચંદ્રગ્રહણ અને રાહુકાળનો સમય

આ દિવસે વર્ષનું છેલ્લું આંશિક ચંદ્રગ્રહણ પણ લાગી રહ્યું છે, જે ભારતીય સમયાનુસાર સવારે 8:04 વાગ્યાથી શરૂ થઈને 11:22 વાગ્યા સુધી રહેશે. ગ્રહણનો પીક ટાઈમ સવારે 9:43 વાગ્યાની આસપાસ રહેશે. આ ઉપરાંત, રાહુકાળ સવારે 10:46 વાગ્યાથી બપોરે 12:22 વાગ્યા સુધી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. રાખડી બાંધવાનું સૌથી શુભ મુહૂર્ત

ધાર્મિક અને જ્યોતિષીય ગણતરી (દ્રિક પંચાંગ) મુજબ, 28 ઓગસ્ટે રાખડી બાંધવાનો સૌથી ઉત્તમ અને શુભ સમય સવારે 5:57 વાગ્યાથી સવારે 9:48 વાગ્યા સુધીનો રહેશે.આ સમયગાળા દરમિયાન ભદ્રા રહેશે નહીં અને રાહુકાળ પણ શરૂ થયો નહીં હોય. તેથી બહેનો સવારે વહેલી સવારે પૂજા-અર્ચના કરી આ શુભ મુહૂર્તમાં ભાઈની કલાઈ પર નિશ્ચિંત થઈને રાખડી બાંધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. રાખડી બાંધતા પહેલાં શું કરવું?

ભાઈને સાફ જગ્યા પર બેસાડો. પૂજાની થાળી તૈયાર કરીને ભગવાનનું સ્મરણ કરો. બાદમાં ભાઈના કપાળ પર કુંકુનું તિલક લગાડો. આ તિલક બાદ અક્ષત લગાડીને આરતી કરો અને ત્યારબાદ રાખડી બાંધો. આ રાખડી બાંધ્યા બાદ ભાઈને મીઠાઈ ખવડાવો અને તેના સુખી જીવનની કામના કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

RakhiMuhurat ChandraGrahan RakshaBandhan2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ