ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / VIDEO : 'તમારો વટ છે', મહિલા કંડક્ટરો સાથે ગમ્મત કરતાં બોલ્યાં હર્ષ સંઘવી, નવી બસો વિશે ચર્ચા કરી
Last Updated: 07:12 PM, 26 August 2026
ADVERTISEMENT
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી 101 નવી બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમમાં એસ.ટી. નિગમમાં ફરજ બજાવતી મહિલા કંડક્ટરોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધીને રક્ષાબંધનની એડવાન્સમાં ઉજવણી કરી હતી.
ADVERTISEMENT
મહિલા કંડક્ટરો સાથે હર્ષ સંઘવીનો સંવાદ, કહ્યું- ‘તમારો વટ છે’
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 26, 2026
ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલા કંડક્ટરો સાથે સંવાદ કર્યો હતો. નવી બસો અંગે મહિલા કંડક્ટરો સાથે ચર્ચા દરમિયાન તેમણે હળવા અંદાજમાં વાતચીત કરી હતી. એસટી બસોમાં UPIના ઉપયોગ અંગે પણ ગમ્મતભરી ચર્ચા કરતા હર્ષ… pic.twitter.com/wqcJIq5j8s
કંડક્ટરોને કહ્યું 'તમારો વટ છે'.
ADVERTISEMENT
આ પ્રસંગે હર્ષ સંઘવીએ મહિલા કંડક્ટરો સાથે હળવી મજાક કરતાં વાતચીત કરી હતી. તેમણે કંડક્ટરોને કહ્યું હતું કે 'તમારો વટ છે'. તેમણે કહ્યું હતું કે યુપીઆઈ ના કારણે છુટ્ટાની બબાલ ગઈ. ઉલ્લેખનીય છે કે બસોમાં છુટ્ટા પૈસા ન હોવાને કારણે ઘણી વાર મુસાફર અને કંડક્ટરો વચ્ચે માથાકૂટ થતી હોય છે.
101 બસોમાં કઈ-કઈ બસો સામેલ છે?
ADVERTISEMENT
હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરથી 101 નવી બસોને પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં 71 સુપર એક્સપ્રેસ , 20 મિની બસો, 10 સ્લીપર કોચ સામેલ છે.
ADVERTISEMENT
અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું?
મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વિઝનથી આ નવી 101 બસો જનતાની સેવામાં મૂકવામાં આવી છે. આનાથી નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે સલામત અને આરામદાયક જાહેર પરિવહન સેવા સુનિશ્ચિત થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.