ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / પેન્શન કમ્યુટેશનના 15 વર્ષના નિયમમાં ફેરફારની માંગ! કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને મળશે મોટી રાહત?
5 ફોટો ગેલેરી
Last Updated: 10:16 PM, 26 August 2026
1/5
આઠમા પગાર પંચની ભલામણોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નેશનલ કમિશન ઓફ ધ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM) સહિત વિવિધ પેન્શનર સંગઠનોએ 8મા પગાર પંચ સમક્ષ નિવૃત્તિ બાદ મળતા પેન્શન કમ્યુટેશનની રિકવરી અવધિ ઘટાડવા માટેની રજૂઆત કરી છે.
2/5
કેન્દ્રીય સરકારી કર્મચારીઓ પોતાની નિવૃત્તિ વખતે બેસિક પેન્શનનો મહત્તમ 40% હિસ્સો એકમટી રકમ તરીકે અગાઉથી મેળવી શકે છે. તેને પેન્શન કમ્યુટેશન કહેવામાં આવે છે. આ એકમુશ્ત રકમ મેળવ્યા બાદ કર્મચારીને દર મહિને મળતી પેન્શનની રકમમાંથી તેટલો હિસ્સો કાપી લેવામાં આવે છે. વર્તમાન નિયમો મુજબ, આ કાપવામાં આવેલી રકમ 15 વર્ષ પૂરા થયા બાદ જ ફરીથી પેન્શનમાં ઉમેરવામાં આવે છે. એટલે કે 15 વર્ષ સુધી પેન્શનરને ઓછી રકમ મળે છે.
ADVERTISEMENT
3/5
કર્મચારી સંગઠનો અને 'ભારત પેન્શનર્સ સમાજ' (BPS) ના જણાવ્યા અનુસાર, 15 વર્ષનો વર્તમાન નિયમ 1986માં બનાવવામાં આવ્યો હતો. તે સમયે દેશમાં વ્યાજ દર 12% ની આસપાસ હતો અને લોકોનું સરેરાશ આયુષ્ય 57.7 વર્ષ હતું. પરંતુ છેલ્લા ચાર દાયકામાં પરિસ્થિતિમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે. જેમાં વ્યાજ દરો નીચા આવ્યા છે. લોકોનું સરેરાશ જીવન ધોરણ અને આયુષ્ય વધ્યું છે તથા મૃત્યુદરમાં ઘટાડો થયો છે. BPS ના આંકડા મુજબ, સરકારી રિકવરીનો વાસ્તવિક સમયગાળો 2008માં 11.45 વર્ષ અને 2023 સુધીમાં ઘટીને 11.25 વર્ષ થઈ ગયો છે. તેથી તેને 15 વર્ષના બદલે 11 વર્ષ કરવામાં આવે.
4/5
જો 8મું પગાર પંચ આ ભલામણ સ્વીકારી લે અને સરકાર રિકવરી અવધિ 15 વર્ષથી ઘટાડીને 11 વર્ષ કરે, તો પેન્શનરોને 4 વર્ષ વહેલું પૂર્ણ પેન્શન મળવા લાગશે. ઉદાહરણ તરીકે, જો કોઈ પેન્શનરની મૂળ બેસિક પેન્શન ₹35,000 હોય, તો 4 વર્ષ વહેલું પૂર્ણ પેન્શન શરૂ થવાથી તેને અંદાજે ₹6.72 લાખ સુધીનો સીધો આર્થિક ફાયદો થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ