ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / VIDEO : શર્ટ લહેરાવીને હેલિકોપ્ટર બોલાવ્યું પછી લગાવી દીધી છલાંગ, જુઓ દિલધડક રેસ્ક્યૂ

આફત / VIDEO : શર્ટ લહેરાવીને હેલિકોપ્ટર બોલાવ્યું પછી લગાવી દીધી છલાંગ, જુઓ દિલધડક રેસ્ક્યૂ

Published By: Hiralal Parmar

Last Updated: 11:05 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળ પૂરમાં ધાબા પર ફસાયેલા એક યુવકનું આર્મીએ હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કર્યું હતું જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ADVERTISEMENT

નેપાળમાં આવેલા ભયંકર પૂર વચ્ચે સેનાએ હેલિકોપ્ટર દ્વારા ઘરની છત પર ફસાયેલા યુવકને બચાવ્યો હતો જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.આર્મી દ્વારા X પર શેર કરાયેલા આ વીડિયોમાં, યુવાન પૂરના પાણી અને કાટમાળથી ઘેરાયેલી ઇમારતની છત પર ઊભો રહેલો દેખાય છે. નેપાળ આર્મીનું હેલિકોપ્ટર નજીક આવતાની સાથે જ, તે બચાવ ટીમનું ધ્યાન ખેંચવા માટે પોતાની ટી-શર્ટ લહેરાવે છે. ત્યારબાદ હેલિકોપ્ટર તેની તરફ આવતું દેખાય છે. આ પછી જવાને હેલિકોપ્ટરને છેક ધાબા સુધી નીચું ઉતાર્યું અને પછી યુવક ઈંગલ પકડીને તેની પર ચડી ગયો હતો અને ત્યાર બાદ હેલિકોપ્ટર ઉપર ઉડી ગયું હતું.

નેપાળ-તિબેટ બોર્ડર પર પૂર, 95 લોકોના મોત

નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરથી નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ. પૂરમાં અત્યાર સુધી 95 લોકોના મોતની ખબર છે.

સવારે 9 વાગ્યે ભોટેકોશી નદીમાં અચાનક પાણીનો તેજ પ્રવાહ આવ્યો જેમાં ઘણા વિસ્તારો તેની ઝપેટમાં આવી ગયા.

વધુ વાંચો : VIDEO : તળાવમાંથી માછલાં કાઢે એમ ગંદા પાણીમાંથી બાટલા કાઢવા લાગ્યાં, પૂરમાં લોકોનું જોખમી કામ

પૂરના ગંદા પાણીમાં લોકોએ બાટલાં કાઢ્યાં

ઉત્તર નેપાળના કેટલાક ભાગોમાં આવેલા વિનાશક અચાનક પૂરમાં ઓછામાં ઓછા 95 લોકો માર્યા ગયા અને સેંકડો ગુમ થયા પછી, લોકો કમર સુધી ઊંડા, કાટમાળથી ભરેલા પાણીમાં LPG ગેસ સિલિન્ડરો લેવા માટે લોકોએ પોતાના જીવ જોખમમાં મૂક્યા હતા જેનો એક વીડિયો વાયરલ થયો છે. 70 સેકન્ડના આ વીડિયોમાં ઘણા લોકો કચરો, પ્લાસ્ટિકની બોટલો, લાકડા અને અન્ય કાટમાળથી ભરેલા કાદવવાળા પાણીમાં પૂરના પાણીમાં ધોવાઈ ગયેલા સામાનની શોધમાં ધસી રહ્યા છે. કેટલાક લોકો પાછળથી લાલ એલપીજી સિલિન્ડરો બહાર કાઢતા અને પછી તેમને પ્રમાણમાં સુરક્ષિત, સૂકી જમીન પર લઈ જતા જોવા મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

nepal floods nepal flash floods

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ