ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / સાઉદી અરેબિયામાં 'ભારેલા અગ્નિ' જેવી સ્થિતિ, ભારતીય દુતાવાસે કહ્યું- બારી અને દરવાજાથી દૂર રહો

વિશ્વ / સાઉદી અરેબિયામાં 'ભારેલા અગ્નિ' જેવી સ્થિતિ, ભારતીય દુતાવાસે કહ્યું- બારી અને દરવાજાથી દૂર રહો

Published By: Nirav Kumar

Last Updated: 05:01 PM, 18 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉદીમાં હૂતી હુમલાઓ વચ્ચે ભારતીય દૂતાવાસે નાગરિકોને બારીઓથી દૂર રહેવા અને સુરક્ષિત સ્થાને આશ્રય લેવાની મહત્ત્વની સલાહ આપી છે. તાજેતરના એરપોર્ટ હુમલામાં એક ભારતીયનું મોત થયા બાદ આ ચેતવણી વધુ મહત્ત્વની બની છે.

ADVERTISEMENT

સાઉદી અરેબિયામાં યમનના હૂતી બળવાખોરોના વારંવારના હુમલાઓ વચ્ચે રિયાદ સ્થિત ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા ભારતીય નાગરિકો માટે નવી સુરક્ષા સલાહ જાહેર કરી છે. જેમાં દૂતાવાસે લોકોને સ્થાનિક વહીવટી તંત્રના માર્ગદર્શનનું પાલન કરવા અને ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવાની અપીલ કરી છે.

આ સલાહમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ખતરો ટળે નહીં ત્યાં સુધી શાંત રહો અને નજીકની કોઈ મકાનની સુરક્ષિત જગ્યાએ આશ્રય લો. ઘરમાં હોવ તો બારીઓ અને છતથી દૂર રહીને અંદરના કોઈ રૂમમાં રહો. જો બહાર હોવ તો તરત જ નજીકની મકાનમાં જઈ જાઓ અથવા મજબૂત દીવાલ કે અવરોધ પાછળ સંતાઈ જાઓ.

વાહન ચલાવતા લોકોને ચેતવણી મળતાં જ પુલો અને ઊંચી ઇમારતોથી દૂર, રસ્તાની કિનારે ગાડી રોકી દેવાનું કહેવામાં આવ્યું છે. કટોકટીમાં મક્કા, મદીના, રિયાદ અને પૂર્વીય પ્રાંતના રહેવાસીઓ 911 પર, જ્યારે સાઉદીના અન્ય વિસ્તારોના લોકો 998 પર કોલ કરી શકે છે.

વધુ વાંચો : ઈન્ડિયાથી અમેરિકા સુધી રેલાયા વિરોધ પ્રદર્શનના સૂર, યુરોપમાં તો 'ભારેલા અગ્નિ' જેવી સ્થિતિ

હાલમાં જ 10 ઓક્ટોબરે રિયાદના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું હતું અને અનેક ઘાયલ થયા હતા. તે ઘટના પછી દૂતાવાસે ફરી વખત ભારતીયોને હવાઈ હુમલા દરમિયાન ઘરમાં રહેવા અને કોઈપણ ફોટો-વીડિયો બનાવવા કે સોશિયલ મીડિયા પર શેર કરવાથી દૂર રહેવાની સલાહ આપી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Saudi Arabia Houthi attack Indian Embassy

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ