ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કારમાં હાઈ બીમ કરશો તો વાગશે અલાર્મ! સરકાર હેડલાઈટના નિયમો બદલવાની તૈયારીમાં

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / કારમાં હાઈ બીમ કરશો તો વાગશે અલાર્મ! સરકાર હેડલાઈટના નિયમો બદલવાની તૈયારીમાં

Last Updated: 10:32 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સરકાર વાહનના હાઇ બીમથી આંખો અંજાઈ જવાની અને અકસ્માત ઘટાડવા માટે હેડલાઇટના નિયમો બદલવાની તૈયારી કરી રહી છે. જેમાં લો બીમથી શરૂઆત અને અલાર્મ જેવા પ્રસ્તાવ છે.

1/6

photoStories-logo

1. વાહનના હાઇ બીમ

રાત્રે રસ્તા પર વાહન ચલાવતી વખતે સામે આવતી ગાડીની હાઇ બીમથી આંખો અંજાઈ જવાનો અનુભવ ઘણા લોકોને થાય છે. જેમાં અમુક વખત તે લાઈટ એટલી તીવ્ર હોય છે કે આંખો બંધ થઈ જાય અને અકસ્માતની શક્યતા વધી જાય. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય હેડલાઇટના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં નવા પ્રસ્તાવ મુજબ ગાડી સ્ટાર્ટ થતાં જ લાઇટ લો બીમ પર જ શરૂ થશે અને જરૂર પડ્યે જ ડ્રાઇવર તેને હાઇ બીમ પર લાવી શકશે. જેમાં મંત્રાલયે 30 દિવસમાં સૂચનો અને વાંધા માંગ્યા છે. બધું બરાબર રહેશે તો આગામી વર્ષ એપ્રિલથી આ નિયમો લાગુ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ટૂ વ્હીલર માટે શું બદલાશે?

નવા બનતા ટૂ વ્હીલરમાં ઓટોમેટિક હેડલેમ્પ (AHO) ચાલુ થતાં માત્ર લો-બીમ મોડમાં જ કામ કરશે. હાલમાં બાઇક સ્ટાર્ટ કરતાં જ હેડલાઇટ ચાલુ થાય છે પણ તે લો બીમ પર નથી હોતી. નવા નિયમ મુજબ સ્ટાર્ટ થતાં જ લાઇટ લો બીમ પર રહેશે અને જરૂર પડ્યે ડ્રાઇવર હાઇ બીમ કરી શકશે. આ નિયમ માત્ર નવા વાહનો પર લાગુ થશે, જૂના વાહનોમાં હાલનું સિસ્ટમ જ ચાલુ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. અલાર્મ અને ગતિનો નિયમ

60 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે ચાલતી ગાડીઓમાં જો ડ્રાઇવર હાઇ બીમ કરે તો અલાર્મ વાગશે. જેમ ઝડપ મર્યાદા વટાવતાં અલાર્મ વાગે છે તેમ લાઇટ માટે પણ આવું જ કરવાનો પ્રસ્તાવ છે. જેમાં 60કિમી/કલાકથી વધુ ઝડપે (હાઇવે પર) આ નિયમ લાગુ નહીં થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. લાઇટની તીવ્રતા અને કલર ટેમ્પરેચર

ટૂ વ્હીલરની મેક્સીમમ તીવ્રતા 1.5 લાખ કેન્ડેલાથી ઘટાડીને 1 લાખ કેન્ડેલા કરવાનો પ્રસ્તાવ છે. કાર અને ચાર પૈડાંના વાહનો માટે 2.25 લાખથી ઘટાડીને 1.5 લાખ કેન્ડેલા કરવામાં આવશે. વધુ પડતી વાદળી -સફેદ રોશનીને રોકવા માટે હેડલાઇટનું કલર ટેમ્પરેચર મેક્સીમમ 6500 કેલ્વિન સુધી લીમીટેડ કરવામાં આવશે. રાત્રે કે ખરાબ હવામાનમાં બસ અને ભારે ટ્રકની સ્પષ્ટ ઓળખ માટે રિફ્લેક્ટિવ સેફ્ટી ટેપ લગાવવી ફરજિયાત બનશે. જેમાં સરકાર વાહન ઉત્પાદક કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે કે આ નિયમો તકનીકી રીતે કેવી રીતે અમલમાં મૂકી શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. હાઇ બીમનો ઉપયોગ ક્યારે કરવો અને ક્યારે નહીં

ગ્રામ્ય કે બહારના વિસ્તારમાં જ્યાં સંપૂર્ણ અંધારું હોય અને કોઈ પ્રકાશ ન હોય ત્યાં કે પહોળા ડિવાઇડરવાળા હાઇવે પર જ્યાં સામેની ગાડીની આંખો પર અસર ન પડે ત્યાં હાઇ બીમ વાપરી શકાય. દૂર કોઈ પ્રાણી, ખાડો કે અવરોધ છે કે નહીં તે જોવા માટે પણ તેનો ઉપયોગ થઈ શકે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. દંડ

સામે વાહન કે વ્યક્તિ આવે તો તરત લો બીમ કરી દેવી, શહેરી વિસ્તારો અને ભીડવાળી જગ્યાએ હંમેશા લો બીમ જ વાપરવી. ધુમ્મસ, ભારે વરસાદ કે ધૂંધળાપણામાં હાઇ બીમ ન વાપરવી કેમ કે રોશની પાછી આંખો પર પડે છે અને દેખાવું મુશ્કેલ બને છે. એના માટે જાહેર રસ્તા અને હાઇવે પર બિનજરૂરી હાઇ બીમ માટે 500થી 1500 રૂપિયા સુધીનો મેમો થઈ શકે છે. જેમાં વારંવાર નિયમ તોડવા કે અકસ્માત થાય તો લાયસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

high beam Car alarm Alarm rule
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ