બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / VTV Health Conclave & Awards–2026માં આરોગ્ય ક્ષેત્રના યશસ્વી ચહેરાઓનું ભવ્ય સન્માન
Last Updated: 01:31 PM, 7 July 2026
VTV Health Conclave & Awards 2026 : ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તબીબો, હોસ્પિટલો, હેલ્થકેર સંસ્થાઓ, મેડિકલ સંશોધકો અને હેલ્થ ટેક્નોલોજી ક્ષેત્રના ઇનોવેટર્સનું VTV ન્યૂઝ દ્વારા આયોજિત હેલ્થ કોન્ક્લેવ એન્ડ એવોર્ડ-2026માં ભવ્ય સન્માન કરવામાં આવ્યું.
ADVERTISEMENT

આરોગ્ય સેવા, સંવેદના, નવીનતા અને માનવતાને સમર્પિત આ કાર્યક્રમમાં રાજ્યભરના અગ્રણી તબીબો, સરકારી અધિકારીઓ, હોસ્પિટલ સંચાલકો, હેલ્થકેર નિષ્ણાતો અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને એવોર્ડ અર્પણ કરીને તેમનાં કાર્યોને બિરદાવવામાં આવ્યાં.
ADVERTISEMENT

કાર્યક્રમનો પ્રારંભ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ તુલસીપૂજન સાથે કરવામાં આવ્યો હતો. આરોગ્યને સર્વોચ્ચ સંપત્તિ માનતી પરંપરાને અનુરૂપ આયોજિત આ વિધિએ સમગ્ર સમારોહને આધ્યાત્મિક અને પ્રેરણાદાયી માહોલ આપ્યો હતો. ત્યાર બાદ આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયા, પદ્મભૂષણ ડો. તેજસ પટેલ, કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર શશાંક પંડ્યા, વીટીવીના ચેનલ હેડ હેમંત ગોલાણી સહિતના અગ્રણીઓએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને સમાજને નીરોગી બનાવવામાં યોગદાન આપનારા તબીબો અને હેલ્થકેર વર્કર્સને અભિનંદન પાઠવવામાં આવ્યાં.
ADVERTISEMENT

મહેમાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આધુનિક ટેક્નોલોજી, સંશોધન અને દર્દી કેન્દ્રિત સારવારના કારણે ગુજરાત આરોગ્ય ક્ષેત્રમાં સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. તેમણે આરોગ્ય સેવામાં નિઃસ્વાર્થ સેવા આપતા ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને હેલ્થકેર કર્મચારીઓના યોગદાનને દેશના વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાવ્યું હતું.
ADVERTISEMENT

કાર્યક્રમ દરમિયાન વિવિધ ડોક્યુમેન્ટરી અને પ્રેઝન્ટેશન રજૂ કરીને આરોગ્ય ક્ષેત્રમાં થઈ રહેલાં નવતર સંશોધન, હેલ્થ ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ ઇનોવેશન તેમજ સામાજિક સેવા અંગે માહિતી આપવામાં આવી હતી. I-HUB સહિત વિવિધ સંસ્થાઓએ આરોગ્ય અને ટેક્નોલોજીના સમન્વયથી દર્દીઓને વધુ ગુણવત્તાસભર સારવાર કેવી રીતે મળી શકે તેના પ્રયાસો રજૂ કર્યા હતા.
ADVERTISEMENT

એવોર્ડ સમારોહ દરમિયાન ગુજરાત આરોગ્ય વિભાગ, અગ્રણી ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઓ, સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલો, હૃદયરોગ નિષ્ણાતો, ઓર્થોપેડિક સર્જનો, પ્રિવેન્ટિવ હેલ્થકેર ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત હેલ્થ ટેક્નોલોજી વિકસાવતી કંપનીઓ સહિત અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમના દ્વારા દર્દીઓને આપવામાં આવતી ગુણવત્તાસભર સારવાર, આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વિશેષ માન્યતા આપવામાં આવી હતી.
ADVERTISEMENT
આ ઉપરાંત ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલોના યોગદાનને પણ મંચ પરથી બિરદાવવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવા પહોંચાડવા માટે સતત કાર્યરત સંસ્થાઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું, જેના કારણે કાર્યક્રમ માત્ર એવોર્ડ સમારોહ નહીં, પરંતુ સમગ્ર આરોગ્ય વ્યવસ્થાને પ્રોત્સાહન આપતું પ્લેટફોર્મ બની રહ્યો હતો.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ એકબીજા સાથે વિચારોનું આદાન-પ્રદાન કરીને આરોગ્ય સેવાને વધુ અસરકારક બનાવવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વીટીવી ન્યૂઝ દ્વારા આયોજિત આ પહેલને આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓએ આવકારી હતી અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો સમાજને નવી દિશા આપશે તેવી આશા વ્યક્ત કરી હતી.
હેલ્થ કોન્ક્લેવ અને એવોર્ડ માત્ર કાર્યક્રમ નહીં, પરંતુ આરોગ્ય ક્ષેત્રમાં સેવા, સંવેદના, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપતો એક પ્રેરણાદાયી મહોત્સવ બની રહ્યો. સમાજને નીરોગી બનાવવા માટે કાર્યરત હેલ્થકેર હીરોને એક જ મંચ પરથી મળેલું આ સન્માન આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ બની રહ્યું.

- સ્ટર્લિંગ એક્યુરિસ ડાયગ્નોસ્ટિક્સ
- જલારામ હોસ્પિટલ
- પ્રેમસ્વરૂપ સ્વામી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ
- સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ
- ગોકુલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ, રાજકોટ
- એચસીસી હેપીનેસ કેર એન્ડ ક્યોર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ
- સદભાવના હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટર
- ઓબી ટુ સ્લિમ
- આઈ-હબ
- ડો. નીલમ પટેલ
- ડો. હિતેશ એચ. બ્રહ્મભટ્ટ
- ડો. કુણાલ ખારા
- ડો. હાર્દિકસિંહ વાઘેલા
- ડો. રૂપમ ગુપ્તા
- ડો. મયૂર પંડ્યા
- ડો. નિકુલ પંચાલ
- ડો. સંદર્ભ પટેલ
- ડો. નિમિષ બમતા
- ડો. ઉરંગ બી. પટેલ
- ડો. વિમલ વોરા
- ડો. મિલાપ ઠક્કર
- ડો. સુષમા શાહ
- એસ.એફ.જી. જનરલ હોસ્પિટલ, વાત્રક
- શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ આઈ હોસ્પિટલ, રાજકોટ
- સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ, ટીંબી
- કસ્તૂરબા હોસ્પિટલ, વલસાડ
- શ્રી જલારામ જન સેવા ટ્રસ્ટ, ધર્મજ
- પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હડાદ (બનાસકાંઠા)
- સમુદાય આરોગ્ય કેન્દ્ર, કટવારા (દાહોદ)
- એસ.એસ. હોસ્પિટલ, પેટલાદ
- જનરલ હોસ્પિટલ, નડિયાદ
- સાબરકાંઠા જિલ્લા ક્વોલિટી સેલ

VTV દ્વારા આયોજીત એવોર્ડ સમારોહની સાથે વિવિધ વિષયો પર આરોગ્ય નિષ્ણાતો વચ્ચે વિશેષ ચર્ચાસત્ર યોજાયાં હતાં. ‘આરોગ્યમ્ પરમ સુખમ્’ થીમ આધારિત સત્રમાં સ્પોર્ટ્સ મેડિસિન, પ્રિવેન્ટિવ હેલ્થકેર, મેટાબોલિક ડિસીઝ અને સ્વચ્છતા આધારિત આરોગ્ય વ્યવસ્થાને લઈને નિષ્ણાતોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
સ્પોર્ટ્સ ઓર્થોપેડિક સર્જન ડો. કુણાલ ખારાએ જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં ગુજરાત આંતરરાષ્ટ્રીય રમતગમતનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે ત્યારે ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ મેડિસિન અને સ્પોર્ટ્સ ઇન્જરી મેનેજમેન્ટને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. ઓર્થ્રોસ્કોપી જેવી આધુનિક સર્જરી અને યોગ્ય રિહેબિલિટેશન દ્વારા ખેલાડીઓને ઝડપથી મેદાન પર પરત લાવી શકાય છે. તેમણે જણાવ્યું કે સમયસરનું નિદાન અનેક ખેલાડીઓની કારકિર્દી બચાવી શકે છે.
મેટાબોલિઝમ એન્ડ લાઇફસ્ટાઇલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ ડો. નિમિષ બમતાએ જણાવ્યું હતું કે ભારતમાં ઝડપથી વધી રહેલી મેદસ્વિતા, ડાયાબિટીસ, હાઈપરટેન્શન, ફેટી લિવર અને PCOS જેવી જીવનશૈલી આધારિત બીમારીઓ સામે લડવા માટે પ્રિવેન્ટિવ હેલ્થકેર સૌથી અસરકારક ઉપાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર દવા નહીં, પરંતુ યોગ્ય આહાર, નિયમિત કસરત, માનસિક સ્વાસ્થ્ય અને વ્યક્તિગત જીવનશૈલીમાં ફેરફાર દ્વારા લાંબા ગાળે સ્વસ્થ જીવન જીવવું શક્ય બને છે. તેમણે ટેક્નોલોજી અને ડિજિટલ હેલ્થકેરને ભવિષ્યની આરોગ્ય સેવાનું મહત્ત્વનું સાધન ગણાવ્યું.

સદભાવના હોસ્પિટલ, રાજકોટના મેડિકલ ડિરેક્ટર ડો. વિમલ વોરાએ જણાવ્યું હતું કે દર્દી કેન્દ્રિત સારવાર, અનુભવી તબીબો અને આધુનિક ટેક્નોલોજીના કારણે સદભાવના હોસ્પિટલ આજે સૌરાષ્ટ્રના લાખો દર્દીઓનો વિશ્વાસ જીતી શકી છે. હોસ્પિટલને મળેલું સન્માન સમગ્ર મેડિકલ ટીમના સમર્પણ અને સેવાભાવની ઓળખ હોવાનું તેમણે જણાવ્યું હતું.
બીજા વિશેષ સત્રમાં સહાયક નિયામક તથા અધિક નિયામક (મેડિકલ સર્વિસીસ) ડો. હિતેશ એચ. બ્રહ્મભટ્ટ તેમજ જોઈન્ટ ડિરેક્ટર અને સ્ટેટ ટીબી ઓફિસર ડો. આર. બી. પટેલે ‘નમો સ્વચ્છતા અભિયાન’નાં વિવિધ પાસાંઓ પર માર્ગદર્શન આપ્યું હતું.

ડો. હિતેશ એચ. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે હોસ્પિટલોમાં ચેપ નિયંત્રણ, દર્દી સુરક્ષા, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ અને ગુણવત્તાયુક્ત સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે રાજ્યભરમાં સતત મોનિટરિંગ અને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. સ્વચ્છ હોસ્પિટલ દર્દીઓના ઝડપી સ્વાસ્થ્ય લાભમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
જોઈન્ટ ડિરેક્ટર અને સ્ટેટ ટીબી ઓફિસર ડો. આર. બી. પટેલે જણાવ્યું હતું કે ‘નમો સ્વચ્છતા અભિયાન’નો મુખ્ય ઉદ્દેશ આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા, ચેપ નિયંત્રણ અને દર્દીઓને સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો છે. સ્વચ્છતા માત્ર સફાઈ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર આરોગ્ય વ્યવસ્થાની ગુણવત્તા સાથે સીધી રીતે જોડાયેલી છે.

- ચર્ચાસત્રના અંતે તમામ નિષ્ણાતોએ એક સૂરે જણાવ્યું હતું કે સારવાર કરતાં નિવારણ વધુ અસરકારક છે. યોગ્ય જીવનશૈલી, નિયમિત આરોગ્ય તપાસ, સંતુલિત આહાર, વ્યાયામ અને સ્વચ્છતા અપનાવીને અનેક ગંભીર બીમારીઓથી બચી શકાય છે. VTVદ્વારા આયોજીત આ કાર્યક્રમમાં યોજાયેલાં આ ચર્ચાસત્રોએ આરોગ્ય ક્ષેત્રના નવા પડકારો અને તેના ઉકેલ અંગે ઉપસ્થિત મહેમાનોને મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું.
આજે દેશના ખૂણે ખૂણે હાઈ લેવલની ટ્રીટમેન્ટ થઈ રહી છેઃ ડો. તેજસ પટેલ
એક સમય એવો હતો કે લોકોએ સારવાર કરવા માટે બીજાં રાજ્યો તેમજ શહેરોમાં જવું પડતું હતું ત્યારે આજે સમય એવો આવી ગયો છે કે દેશના ખૂણે ખૂણે હાઈ લેવલની ટ્રીટમેન્ટ થઈ રહી છે. સાયન્સ આગળ જઈ રહ્યું છે ઈનોવેશન અને િરસર્ચ પર ડોક્ટર્સ કામ કરી રહ્યા છે. ગુજરાત આજે મેિડકલ ટ્રીટમેન્ટ માટેનું હબ કહેવાય છે.

અમે ડોનેશન લઈને આવીએ ત્યાં સુધી માણસનું મોત થઈ ગયું હોયઃ પ્રફુલ પાનસેરિયા
વિદેશ કરતાં પણ આપણા દેશમાં ઝડપી સારવાર થઈ રહી છે. આજે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ રાજ્યના ખૂણે ખૂણે થઈ જાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. પહેલાં કોઈને મેડિકલ ઈમરજન્સી હોય અને તેને સારવાર કરાવવા માટે અમે ડોનેશન ઉઘરાવવા માટે જતા હતા અને જ્યારે ડોનેશન ઉઘરાવીને આવીએ ત્યાં સુધીમાં દર્દીનું મોત થઈ જતું હતું. આજે સ્થિતિ બદલાઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘મા કાર્ડ’ લાવ્યા છે, જેથી કોઈ પણ વ્યક્તિ ઝડપી સારવાર કરાવી શકે છે. આ સિવાય ભેળસેળિયા ખાદ્યપદાર્થ ઝડપી બંધ થાય તે મામલે પણ દિલ્હીમાં રજૂઆત કરાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.